સંજય દત્તની બાયોપિકમાં દિયા મિર્ઝા માન્યતાનાં પાત્રનો અભિનય કરશે

New Update
સંજય દત્તની બાયોપિકમાં દિયા મિર્ઝા માન્યતાનાં પાત્રનો અભિનય કરશે

રાજકુમાર હિરાણી હાલ સંજય દત્તના જીવન આધારિત ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. આ ફિલ્મમાં દિયા મિર્ઝા મિસીસ દત્તનાં પાત્રમાં જોવા મળશે.

દિયા મિર્ઝાએ મિડીયાને જણાવ્યુ હતુ કે બે વર્ષના અંતર બાદ ફરી કેમેરાનો સામનો કર્યા હોવાથી થોડી ખુશીની સાથે થોડી હિચકિચાહટનો પણ અનુભવ થયો હતો.

સંજય દત્તઆ ફિલ્મમાં દિયા મિર્ઝા ઉપરાંત સોનમ કપૂર, અનુષ્કા શર્મા, પરેશ રાવલ, મનીષા કોઈરાલા, અને કરિશ્મા તન્ના જેવા કલાકારો હોવાની પણ ચર્ચા છે. જ્યારે સંજય દત્તનું પાત્ર રણબીર કપૂર ભજવી રહ્યો છે.