Connect Gujarat
લાઇફસ્ટાઇલ

સંજય લીલા ભણશાલીની આગામી ફિલ્મમાં હૃતિક રોશન લીડ રોલમાં જોવા મળે તેવી શક્યતા

સંજય લીલા ભણશાલીની આગામી ફિલ્મમાં હૃતિક રોશન લીડ રોલમાં જોવા મળે તેવી શક્યતા
X

સંજય લીલા ભણશાલી પ્રોડક્શન હાઉસે આ વર્ષે પાંચ ફિલ્મોની તૈયારી કરી છે. જેમાંથી એકાદ-બે ફિલ્મોનું દિગ્દર્શન તે પોતે કરશે. જેમાં એક પીરિયડ ડ્રામા ફિલ્મ પણ હશે. આ ફિલ્મમાં ભણશાલી હૃતિક રોશનને લીડ રોલમાં સિલેક્ટ કરે તેવી શક્યતા છે. પહેલા આ ફિલ્મ માટે સલમાન અને શાહરૃખના નામ ચર્ચામાં હતા. જોકે આ ફિલ્મ અંગે કોઇ સત્તાવાર ઘોષણા હજી કરવામાં આવી નથી.

સૂત્રોનું માનીએ તો સંજય લીલા ભણશાલીની આગામી ફિલ્મ પીરિયડ ડ્રામામાં હૃતિક રોશનનું નામ ફાઇનલ થઇ શકે એમ છે. ભણશાલી અને હૃતિક વચ્ચે એક લાંબી વાતચીત થઇ છે. પરંતુ હજી કોઇ અંતિમનિર્ણય લેવાયો નથી. આ ફિલ્મનું તાત્કાલિક નામ 'પ્રિન્સ રાખવામાં આવ્યું છે.

જોકે આ પહેલા આ ફિલ્મ સાથે સલમાન-શાહરૃખના નામ પણ વિચારાધીન હતા. પરંતુ હવે હૃતિક પર મહોર લાગે તેવી શક્યતા છે. જોકે હૃતિકે આ ફિલ્મ માટે હા પાડી છે કે નહીં તે હજી સુધી જાણવા મળ્યું નથી. જો આમ થશે તો આ જોડી ફરી આઠ વર્ષ બાદ સાથે કામ કરશે. થોડા દિવસ પહેલાં એવા સમાચાર હતા કે આ વખતે ભણશાલીની ફિલ્મમાં રણવીર-દીપિકા કામ કરવાના નથી.

Next Story