Connect Gujarat
Featured

સંન્યાસ : મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા

સંન્યાસ : મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા
X

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ નિવૃત્તિની જાહેરાત કરી છે. મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. ભારતના સૌથી સફળ કેપ્ટન પૈકીનો એક ધોની ગત વર્ષે ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી સેમી ફાઈનલમાં છેલ્લી વખત ટીમ ઈન્ડિયા તરફથી રમ્યો હતો.

ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર ચાર મિનિટનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેના ક્રિકેટ જીવનકાળની ઝલક નજરે પડે છે અને બેક ગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યું છે. ઈન્સ્ટા પોસ્ટમાં તેણે કહ્યું, હવે મને રિટાયર માની લો. સપોર્ટ કરવા માટે ફેંસનો આભાર.

ધોનીએ 23 ડિસેમ્બર, 2004માં બાંગ્લાદેશ સામે વન ડે ડેબ્યૂ કર્યુ હતું. જ્યારે 2 ડિસેમ્બર, 2005માં શ્રીલંકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતુ. 1 ડિસેમ્બર, 2006માં સાઉથ આફ્રિકા સામે તેણે ટી-20 ડેબ્યૂ કર્યું હતું.

Next Story