સરકારી અધિકારીઓ માટે NIC Mail કરાશે ફરીજીયાત

New Update
સરકારી અધિકારીઓ માટે NIC Mail કરાશે ફરીજીયાત

સરકારી અધિકારી હવે નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર ( એનઆઈસી ) દ્રારા બહાર પાડવામાં આવેલ EMAIL સેવાનો જ ઉપયોગ કરવો પડશે, ખાનગી કંપનીઓ yahoo અને gmail સેવાનો ઉપયોગ હવે સરકારી અધિકારીઓએ બંધ કરવો પડશે.

ઇલેક્ટ્રોનિક્સ તથા આઇટી વિભાગના સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ કે NIC પોતાની સેવાનું સતત વિસ્તરણ કરી રહી છે અને આ અંગે ની જાણ તમામ મંત્રાલયો વિભાગોમાં મોકલવામાં આવી હતી.

સુત્રો અનુસાર જાણવા મળ્યુ હતુ કે, સરકારે ઓક્ટોબર 2014માં Email નીતિ બહાર પાડી હતી, અને જણાવ્યુ હતુ કે સરકારી અધિકારીઓની સુરક્ષાના કારણે સરકારે ખાનગી કંપનીઓની Email સેવાનો ઉપયોગ ન કરવા માટે સુચનાઓ આપવામાં આવી છે.