Connect Gujarat
લાઇફસ્ટાઇલ

સલમાન નવી ફિલ્મમાં અઢાર વર્ષનાં યુવકનું પાત્ર ભજવશે

સલમાન નવી ફિલ્મમાં અઢાર વર્ષનાં યુવકનું પાત્ર ભજવશે
X

સુલ્તાન' અને 'ટાઇગર ઝિન્દા હૈ' બાદ અલી અબ્બાસ ઝફર ફરી સલમાન ખાન સાથે 'ભારત' નામની ફિલ્મ બનાવવાની તૈયારીમાં છે. સલમાન ખાનનો બનેવી અતુલ અગ્નિહોત્રી અને ભૂષણકુમાર ફિલ્મને પ્રોડયુસ કરશે. આ ફિલ્મ એક્શન ડ્રામા થી ભરપૂર હશે. રસપ્રદ વાત એ છે કે, ભાઇજાન આ ફિલ્મમાં અઢાર વર્ષના યુવકથી માંડીને સિત્તેર વર્ષના વૃદ્ધની ભૂમિકા ભજવતો નજરે ચઢશે.

ફિલ્મ નિર્માતાએ ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે ફિલ્મની પટકથા તૈયાર થઇ ગઇ છે. અને ફિલ્મની ટીમે એના પર કામ કરવાનું પણ શરૃ કરી દીધું છે. સલમાનને અઢાર વર્ષનો તરવરિયો દર્શાવવા માટે ખાસ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે. અને એનો લૂક 'મેને પ્યાર કિયા હૈ' ફિલ્મનાં પ્રેમ જેવો હશે. ફિલ્મના નિર્માતાને શાહરૃખની ફિલ્મ 'ફેન' માટે જે ટેકનિકનો ઉપયોગ કરીને શહરૃખનો લૂક બદલવામાં આવ્યો હતો તે કામ પસંદ પડયું હતું. એ ટેકનિકનો ઉપયોગ સલમાન કરવા માંગે છે. નિર્માતાએ કહ્યું હતું કે આ માટે વાટાઘાટ ચાલું છે.

શક્ય છે કે આ ફિલ્મને ન્યાય આપવા માટે સલમાન એનું વજન અડધું નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડી શકે છે.

Next Story