Connect Gujarat
ગુજરાત

સામાન્ય નાગરિકોને અસુવિધા ના થાય તે માટે ચેકપોસ્ટ બંધ, હંગામી ચેકપોસ્ટ ઉભી કરી વાહન ચેકીંગ યથાવત

સામાન્ય નાગરિકોને અસુવિધા ના થાય તે માટે ચેકપોસ્ટ બંધ, હંગામી ચેકપોસ્ટ ઉભી કરી વાહન ચેકીંગ યથાવત
X

તાજેતરમાં ગુજરાત રાજયની આંતરરાજય તથા આંતર જિલ્લાના મુખ્ય માર્ગો પર સ્થિત કાયમી પોલીસ ચેક પોસ્ટ બંધ કરવા અર્થે જે આદેશ અત્રેની કચેરી દ્વારા આપવામાં આવેલ છે. તે આદેશ રાજયના નાગરિકોને અવરજવરમાં પોલીસ દ્વારા આ ચેક પોસ્ટો પર વાહન ચેકીંગ દરમ્યાન પેપર્સ ચેક કરવાના કારણે સમયનો વ્યય તથા અસુવિધા ઉત્પન્ન ન થાય તથા ભારે વાહન વ્યવહાર ધરાવતા મુખ્ય ધોરીમાર્ગો પર સઘન વાહન ચેકીંગના કારણે વાહન વ્યવહારને અવરોધ ઉત્પન્ન ન થાય તે હેતુસર કાયમી ધોરણે ઉભી કરાયેલ ચેક પોસ્ટને જ બંધ કરવા અર્થે કરાયેલ છે.

કાયદો અને વ્યવસ્થાની

પરિસ્થિતિને અનુલક્ષીને ચોકકસ માહિતી તથા કેન્દ્ર કે રાજયના ગુપ્તચર તંત્ર તરફથી મળતા ચોકકસ ઇનપુટ

આધારે શહેર તથા જિલ્લા પોલીસ દ્વારા આવશ્યકતા અનુસાર જરૂરીયાત મુજબના સ્થળોએ

અસરકારક વાહન ચેકીંગ અથવા હંગામી ચેકપોસ્ટ ઉભી કરી વાહન ચેકીંગ કરવા પર કોઇ રોક નથી.

રાજયમાં કાયદો અને

વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી અર્થે પોલીસ દ્વારા કરવામાં આવતી તમામ કામગીરીમાં

કોઇપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં. સામાન્ય રીતે પ્રોહીબીશન સહિતની ગેરકાનૂની

પ્રવૃત્તિને અંકુશમાં લેવા અર્થે કામ કરતી રાજય તથા સ્થાનિક કક્ષાની એજન્સીઓને આગામી નવા

વર્ષની ઉજવણીના સમયમાં પુરજોશથી અસરકારક કામગીરી કરવા માટે તા.૨૪/૧૨/૨૦૧૯ થી તા.૦૨/૦૧/૨૦૨૦ સુધી

પ્રોહીબીશન તથા જુગારની ગેરકાનૂની પ્રવૃત્તિ રોકવા માટે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન

કરવામાં આવેલ છે. જેમાં રાજય સ્તરની તથા શહેર/જિલ્લા કક્ષાની તમામ ટીમો દ્વારા દૈનિક ધોરણે

અસરકારક કામગીરી હાથ ધરવામાં આવનાર છે. કાયમી ચેક પોસ્ટ પર કામગીરી કરવા માટે ફાળવવામાં આવેલ

પોલીસ અધિકારી/કર્મચારીઓને નવા વર્ષની ઉજવણી દરમ્યાન દારૂ તથા જુગારની ગેરકાયદેસર પવૃત્તિ

અંકુશમાં લેવા માટેની આ સ્પેશ્યલ ડ્રાઇવમાં ફરજ સોંપાયેલ છે.

આ સંદર્ભે ચોકકસ

ઇનપુટ આધારે વાહન ચેકીંગની કામગીરી જરૂરીયાત મુજબના સ્થળે કામચલાઉ ધોરણે ચેક પોસ્ટ

ઉભી કરી કામગીરી પૂર્ણ થયે આ ચેક પોસ્ટ દુર કરવાની રહેશેનું પોલીસ મહાનિર્દેશક અને

મુખ્ય પોલીસ અધિકારીઅધિકારી કચેરીના સ્ટેટ કંન્ટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.

Next Story
Share it