New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/17165013/maxresdefault-202.jpg)
વડોદરા
જિલ્લા સાવલી
તાલુકાના ગોઠડા ગામ ની સીમમાં નર્મદા યોજનાની માઇનોર કેનાલમાં ભંગાણ પડવાના કારણે
ડાંગર અને દિવેલાના પાકને નુકશાન થયું છે.
સાવલી
પાસેના ગોઠડા ગામ ની સીમમાંથી નર્મદા યોજનાની માઇનોર કેનાલ પસાર થાય છે. જેમાં
ભંગાણ પડવાથી પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યાાં છે. ખેતરમાં બીન જરૂરી પાણી ભરાઈ
જતાં ડાંગર અને
દિવેલા તેમજ કપાસના પાક
ને ભારે નુકસાન થયું છે. જગતના તાત
કહેવાતા ખેડૂતએ વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે વારંવાર કમોસમી વરસાદથી મહામુસીબત
એ બચવેલ તૈયાર
પાકમાં કેનાલના પાણી ફરી વળ્યાં છે. આ બાબતે નર્મદા ના અધિકારીને લેખિતમાં
જાણ કરાઈ હોવા છતાં કાંઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી.