સિનેમા : જંગ શહિદ હોને કે લીયે નહીં દુશ્મનકો શહિદ કરકે જીતી જાતી હે

New Update
સિનેમા : જંગ શહિદ હોને કે લીયે નહીં દુશ્મનકો શહિદ કરકે જીતી જાતી હે

જો તમને ભારતીય હોવાનો ગર્વ છે તો સૌથી પહેલું કામ ફિલ્મ 'ધ ગાઝી એટેક' જોઈ આવો. પાકિસ્તાન અને ભારત વચ્ચેનું યુદ્ધ ક્યારે? ક્યાં? કેવી રીતે ખેલાયુ હતુ ? એની તલસ્પર્શી માહિતી મળશે.

'ધ ગાઝી એટેક' માં આલાગ્રાન્ટ કાસ્ટિંગ છે.બાહુબલીનો કો-સ્ટાર ડગ્ગુ બાટી લેફટનન્ટ કમાન્ડર અર્જુન વર્માના રોલમાં, કેપ્ટન રણવિજયસિંહ તરીકે કે. કે. મેનન, 'ગાંધી વિરુદ્ધ ગાંધી' નાટકનો અભિનેતા અતુલ કુલકર્ણી દેવરાજ ના રોલમાં, બંગાળી ભાગેડુ ડૉક્ટરના કિરદારમાં તાપસી પન્નુ,પાકિસ્તાની સબમરીન કમાન્ડર તરીકે રાહુલ સિંઘ, સ્વ.ઑમ પુરી અસ્સલ અદામાં, રૉ-એજન્ટ તરીકે મિલીન્દ ગુનાજી વિજળીના ચમકારાની જેમ ચમકી જાય છે. અન્ડર વૉટર શૂટિંગ સબમરીનમાં કૅપ્ટન, સબોર્ડિનેટસ, ક્રુમેમ્બર્સ વચ્ચે થતી કશમકશ પુશબેક સીટમાં પણ તમને ટટ્ટાર બેસાડી રાખશે. 'યે તો કૅપ્ટાન હે કી લિફ્ટમેન' જેવા ચોટદાર સંવાદો છે. એક પણ ગીત નથી.દેશ ભક્તિનું ગીત 'સારે જાર્હા સે અચ્છા 'છે. બે વાર રાષ્ટ્ર્રગીત અતિરેક લાગે છે.ભારતીય સબમરીન ચાલકો જોર લગાકે હૈસ્સાને બદલે 'હમ'બોલે અને જોશ ચઢે એ સીન હૃદય ભીંજવે.

નેવી અને સબમરીનના અધિકારીઓ ખલાસીઓ વચ્ચેનું પ્રત્યાયન (કૉમ્યુનિકેશન) કેવા શબ્દોમાં, સંદેશમાં થાય એ જાણવા મળશે. ફિલ્મની શરૂઆત મિલેનિયમ મેગા સ્ટાર અમિતાભ બચ્ચના અવાજમાં વાર્તા મંડાય. ડાયરેક્ટર સંકલ્પ રેડી છે, કરણ જોહર અને 'ડબલ' એનું પ્રોડક્શન છે. ફિલ્મના અંતે અંગ્રેજી માં લખેલા બધા પાટિયા વાંચશો તો સમજાશે કે પાડોશી દેશ પાકિસ્તાન કેટલો નાપાક દેશ હતો,આજે પણ છે. વર્ષ ૧૯૭૧ ની ચોથી ડિસેમ્બરે ભારતીય નૌકાદળ પી. એન. એસ. ગાઝીને વિશાખાપટનમ હારબર ખાતે ડુબાડેલી. પાકિસ્તાની આ વાતનું ખંડન કરતા ગાઝી અકસ્માતનો ભોગ બનેલી એવું જુઠાણું ચલાવ્યું હતું. આ ફિલ્મને સરકારે ટેક્સ ફ્રી કરવી જ જોઈએ.

Latest Stories