સુરતમાં ઇચ્છાપોરની એક નિમાર્ણધીન બિલ્ડીંગમાં કામ કરતા યુવકનું કરંટ લાગતા મોત

New Update
સુરતમાં ઇચ્છાપોરની એક નિમાર્ણધીન બિલ્ડીંગમાં કામ કરતા યુવકનું કરંટ લાગતા મોત

સુરતમાં ઇચ્છાપોરની એક નિમાર્ણધીન બિલ્ડીંગ માં કામ કરતા યુવકને કરંટ લાગતા મોત નીપજ્યું હતું પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઈચ્છાપોરમા આવેલી આર.જે.ડી. નિર્માણાધીન બિલ્ડીંગ માં વાયરિંગનું કામ કરતી વખતે 25 વર્ષીય પ્રકાશ દેવજી વસાવા કરંટ લાગત મોત નીપજ્યું હતું. યુવક ને કરંટ લાગતા સારવાર અર્થે તાત્કાલિક સુરત નવી સિવિલ હોસ્પિટલ લવાયો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબે મૃત્યુ જાહેર કર્યો હતો. પ્રકાશ વસાવા મૂળ ઉમરપાડા નો વતની હતો.પોલીસે આ અંગે અકસ્માત નો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.