Connect Gujarat
ગુજરાત

સુરત : ડીંડોલીમાં બે શખ્સોએ યુવાન પર કર્યો ચપ્પુ વડે હુમલો, શખ્સો ચપ્પુ પેટમાં છોડી થયા ફરાર

સુરત : ડીંડોલીમાં બે શખ્સોએ યુવાન પર કર્યો ચપ્પુ વડે હુમલો, શખ્સો ચપ્પુ પેટમાં છોડી થયા ફરાર
X

સુરતમાં ગુનેગારો એટલી હદે બેફામ બન્યા છે કે તેઓ હવે જાહેરમાં ગુના આચરી રહ્યા છે. આવી જ એક ઘટના સુરત શહેરમાં પ્રકાશમાં આવી છે,જેમાં ડીંડોલીમાં બે ટાબરિયાઓએ એક યુવાનને પેટમાં ચપ્પુ મારી દીધું હતું.

મહારાષ્ટ્રના જળગાવનો રહેવાસી રિતેશ સોમાનાથ સિપ્પી સુરતના ડીંડોલીમાં રહેતા માસીને ત્યાં કાનબાઈ માતાના ઉત્સવ માટે આવ્યો હતો. આજે કાનબાઈ માતાના વિસર્જનમાં ગયા હતા. જ્યાં થાકીને આરડી ફાટક પાસે બેઠો હતો. દરમિયાન બાઈક સવાર બે ટાબરીયા ધસી આવી રેમ્બો ચપ્પુથી હુમલો કરી ચપ્પુ પેટમાં ઘૂસાડી દીધું હતું. આ ઘટના નજરે જોનાર રિતેશના બનેવીએ બુમાબુમ કરતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. જેથી હુમલાખોર બાઈક પર ફરાર થઈ ગયા હતા. રિતેશને ચપ્પુ ધૂસેલી હાલતમાં 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 108ના ઈમેટી અને પાયલોટે પ્રાથમિક સારવાર આપી ખાનગી હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાંથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કાનબાઈ માતાના વિસર્જનમાં ડીજેમાં નાચવા કે ધક્કો મારવા બાબતે થયેલા ઝઘડામાં હુમલો કરવામાં આવ્યો હોવાની શંકા સેવવામાં આવી રહી છે. હાલ યુવકને તાત્કાલિક ઓટી લઈને સારવાર શરૂ કરવામાં આવી છે. ડીંડોલી પોલિસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

Next Story