સુરત : પાંડેસરામાં આવિર્ભાવ સોસાયટી નજીક કાર ચાલકે રાહદારીઓને અડફેટ લેતા,ચારને ગંભીર ઇજા

New Update
સુરત : પાંડેસરામાં આવિર્ભાવ સોસાયટી નજીક કાર ચાલકે રાહદારીઓને અડફેટ લેતા,ચારને ગંભીર ઇજા

સુરત પાંડેસરા વિસ્તારમાં આવેલ આવિર્ભાવ સોસાયટી નજીક કાર ચાલકે રાહદારીઓને અડફેટમાં ચાર લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેવામાં આવ્યા છે.

સુરત પાંડેસરા વિસ્તારમાં આવેલ આવિર્ભાવ સોસાયટી નજીક કાર ચાલકે રાહદારીઓ ને અડફેટમાં ચાર લોકોને ગંભીર ઇજા પહોંચાડી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. કાર ચાલાક દારૂના નશામાં હોવાનું પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન આપ્યું છે. રોષે ભરાયેલ સ્થાનિકોએ કારના કાચ તોડી નાખ્યા હતા. ઘટનાની પાંડેસરા પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

હાલ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે કાર ને પોલીસ ક્રેન વડે પોલીસ મથક લાઇ જવામાં કરી પોલીસે કાર ચાલાક વિરુદ્ધ ગુનો દાખલ કરી તાપસ શરૂ કરી છે.