/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/11/srt.jpeg)
આ ગામમાં દીકરીનો જન્મ થતાં પંચાયત દ્વારા ઉજવણી કરાય છે
ઓલપાડ તાલુકાના દેલાડ ગામના સરપંચ અને ઉપસરપંચ દ્વારા બેટી બચાવો બેટી પધાવો ને સાર્થક કરવા પ્રધાન મંત્રીના કાર્યને પ્રેરાઈને પોતાના ગામમાં પણ દીકરીના જન્મની ઉજવણી કરવાના ભાગરૂપે બેટીને શુકનમાં ચાંદીનો સિક્કો ભેટમાં આપવા સાથે મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવે છે.
દેશના પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી એ ‘બેટી બચાવો બેઠી પઢાવો’ અભિયાન થકી બેટીના જન્મને પ્રોત્સાહન આપવાનું અભિયાન હાથ ધર્યા બાદ ખાનગી સંસ્થા અને સામાજિક સંસ્થાઓ દ્વારા પણ અભિયાનમાં જોડાતા ‘બેટી બચાવો બેટી પઢાવો’ને મોટો પ્રતિસાદ મળતા હવે પ્રધાન મંત્રીના અભિયાનથી પ્રેરાઈને ઓલપાડ તાલુકાના દેલાડ ગામના સરપંચ ભાવિનભાઈ પટેલ અને ઉપસરપંચ જેનીશ પટેલ દ્વારા પોતાના ગામમાં કોઈપણ જ્ઞાતિના પરિવારમાં દીકરીનો જન્મ થતા તેને ચાંદીનો સિક્કો આપી મીઠાઈ વહેંચી શુભેચ્છા પત્ર આપી સન્માન કરાય છે.
આ રીતે દીકરીને દેલાડ ગામની જનતાને પ્રધાન મંત્રીના ‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાન તરફ વાળી બાળકીના જન્મ બાબતે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઓલપાડ તાલુકાના દેલાડ ગામના સરપંચ અને ઉપસરપંચની આ રીતની સુરત જિલ્લામાં પ્રથમ પહેલ હોઈ ‘બેટી બચાવો બેટી પઢાવો’ની કામગીરીને અન્ય ગામના સરપંચોએ પણ સરાહના કરી પોતાના ગામોમાં પણ આરીતે દીકરીના જન્મને પોત્સાહન આપવા પ્રેરણા આપી છે.
અત્રે નોંધનીય છે કે, પ્રધાન મંત્રીના "બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાનથી પ્રેરાઈ પોતાના ગામમાં જન્મ લેતી નવજાત દીકરીને ચાંદીનો સિક્કો આપવા સાથે મીઠાઈ વહેંચી દીકરીના જન્મની ઉજવણી કરતા સરપંચ-ઉપસરપંચની કામગીરીને ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલે શુભેચ્છા પત્રક આપી સન્માન પણ કરવામાં આવ્યું છે.