સુરત : માત્ર 7 સેકન્ડમાં જ મોબાઈલ આંચકી ગઠિયો થયો ફરાર, સીસીટીવી આવ્યા સામે
BY Connect Gujarat29 Oct 2019 10:39 AM GMT

X
Connect Gujarat29 Oct 2019 10:39 AM GMT
સુરત
શહેરમાં છેલ્લા ઘણા સમયથી પોલીસના ડર વિના લૂંટારુઓ અને ચોર બેફામ બન્યા છે.
શહેરમાં પાકીટ માર, ચેઇન
સ્નેચિંગના ઘણા કિસ્સાઓ પણ બહાર આવ્યા છે, ત્યારે અન્ય એક લૂંટની ઘટનાને અંજામ
આપતા સીસીટીવી બહાર આવ્યા છે.
સુરત
શહેરના વરાછા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ધોળા દિવસે એક બાઇક સવાર લૂંટારું રસ્તે
ચાલતા જતા રાહદારીના હાથમાંથી મોબાઈલ ફોન આંચકીને રવાના થઈ જાય છે. માત્ર 7 સેકન્ડમાં જ રાહદારીના હાથમાંથી ફોન
આંચકી બાઇક સવાર ગઠિયો ચોરીને અંજામ આપે છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલ સીસીટીવી
કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.
જો કે, સુરત શહેરમાં ગુન્હાખોરીના આંકમાં દિન
પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરત જિલ્લા પોલીસ ગુન્હાકૃત્યો અંશમાં લાવવા કોઈ ચોક્કસ એક્શન
પ્લાન બનાવે તેવી શહેરીજનો માંગ કરી રહ્યા છે.
Next Story