સુરત રાત્રી દરમિયાન મન મૂકી વરસ્યો કડાકા ભડાકા સાથે વરસાદ

New Update
સુરત રાત્રી દરમિયાન મન મૂકી વરસ્યો કડાકા ભડાકા સાથે વરસાદ

સુરત શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. મોડી રાતથી ગાજવીજ સાથે શરૂ થયેલો વરસાદ સવાર સુધી વરસ્યો હતો. જેના કારણે સુરત શહેરના નીચાંણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

સુરત શહેરમાં મેઘરાજાએ વિરામ લીધો છે. છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી વરસાદ નહીં ખાબકતા સુરત શહેરમાં બફારાના કારણે સુરતીઓ અકળાયા હતા. ત્યારે ગત મોડી રાતથી ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ બોલાવી હતી. જેના કારણે સુરત શહેરના નીચાંણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સુરત શહેરમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકી ચુક્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી. તો બીજી તરફ આજે રવિવારે હોય સુરતીઓ વરસાદીની મોજ માણવા વહેલી સવારથી જ નીકળી પડ્યા હતા.