/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault9.jpg)
સુરત શહેરમાં વધી રહેલ ડેન્ગ્યુ અને મલેરિયાના કેસોને નિયંત્રણમાં લાવવા મનપા દ્વારા VBDC વિભાગમાં ફરજ બજાવતા 700થી વધુ કર્મચારીઓની દિવાળીની રજા રદ કરવામાં આવી છે.
સુરત
શહેરમાં દિન પ્રતિદિન ડેન્ગ્યુ અને મલેરિયાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે।
ડેન્ગ્યુ અને મલેરિયાના કારણે મોતના આંકડામાં વધારો જોવા મળી રહ્યો છે. સુરત મનપા
દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રોગચાળાને કાબુ મેળવવા મનપા દ્વારા VBDC વિભાગમાં ફરજ બજાવતા 700 પ્રાયમરી હેલ્થ વર્કર અને 60 સુપરવાઇઝર સહિત 760 કર્મચારીઓની દિવાળીની રજા રદ કરવામાં આવી
છે. શહેરમાં વધી રહેલ રોગચાળાને નિયંત્રણમાં લાવવા VBDC વિભાગના કર્મચારીઓની મિટિંગ યોજી યુદ્ધના
ધોરણે કામગીરી કરવા મનપા આરોગ્ય અધિકારી દ્વારા આદેશ આપવામાં આવ્યા છે.