New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-343.jpg)
સુરત પાંડેસરા વિસ્તરમાં આવેલ બમરોલી રોડ ખાતે રહેતો 49 વર્ષીય રૂસ્તમ કેસરી પર પાંડેસરા પોલીસ મથકમાં દોઢ વર્ષ પહેલા બહેને ભાઈ પર બોગસ વિલ બનાવવાનો કેસ નોંધાયો હતો આ મામલે જેલમાં કાચા કામના કેદી તરીકે રખાયો હતો.
ડાયાબિટીસથી પીડાતા રૂસ્તમના મોત અગાઉ ગત શનિવારે તેમની પત્ની પતિની મુલાકાત લેવા માટે લાજપોર જેલમાં ગઈ હતી. જોડીયા બાળકોના પિતાના મોતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પરિવાર દ્વારા શંકાસ્પદ મોતને લઈને સવાલો ઉભા કરવામાં આવ્યાં હતાં.જેથી સિવિલ હોસ્પિટલમાં મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.