Connect Gujarat
ગુજરાત

સુરત : સાહબ, ફાંસીવાલી ગલતી હો ગઈ હૈ કહી..? જુઓ કોણે કરી કબૂલાત

સુરત : સાહબ, ફાંસીવાલી ગલતી હો ગઈ હૈ કહી..? જુઓ કોણે કરી કબૂલાત
X

સુરત જિલ્લાના સચીન જીઆઇડીસી વિસ્તારમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. ઈશ્વરનગર ખાતે 4 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરી ભાગી છૂટેલા આરોપીને ઝડપી લેવાની પોલીસને મોટી સફળતા મળી છે.

સુરત જિલ્લાના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ઈશ્વરનગર ખાતે રામલીલાના સ્થળેથી 4 વર્ષીય બાળકીના અપહરણ બાદ બળાત્કારની ઘટના સામે આવી હતી. બનાવની જાણ થતાં શહેર પોલીસ દોડતી થઈ ગઈ હતી. જેના પગલે પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટ દ્વારા SITની રચના કરી એક સ્કેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો. શકમંદ આરોપીનો સ્કેચ અને સીસીટીવીના આધારે 25 જેટલી ટીમો આરોપીની શોધખોળમાં જોડાઈ હતી. પોલીસ દ્વારા 30થી 40 લોકેશનના સીસીટીવી ફૂટેજ ચેક કરાયા હતા. જેમાં એક શકમંદ પર તપાસ કેન્દ્રિત કરાઇ હતી. બનાવ અંગે 500 જેટલા પોલીસ કર્મીઓ તપાસમાં જોતરાયા હતા. પોલીસ તપાસ દરમિયાન અંતે આરોપી તરીકે મૂળ યુપી ખાતે આવેલ કાનપુરનો વતની હાલ સચિન જીઆઇડીસીમાં રહેતો હતો. 24 વર્ષીય શશીબિન્દ વિશ્વનાથ નિશાદનું નામ સામે આવતા તેને શોધી કાઢવામાં પોલીસને મોટી સફળતા મળી હતી.

નરાધમ શશીબિન્દ સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ રામકૃષ્ણ ટેકસટાઈલમાં સ્ક્રેપ મશીન ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. આરોપી નરાધમ એક સંતાનનો પિતા છે, તેની પત્ની અને બાળક વતનમાં રહે છે. બે અઢી માસ પહેલા જ વતનથી પરત આવ્યો હતો. શશીબિન્દને પોલીસે પૂછ્યું કે તુંએ શું કર્યું છે તે જાણે છે, એમ પૂછતા જ તેણે કહ્યું કે, સાહબ ફાંસીવાલી ગલતી હો ગઈ હૈ કહી.? જેમાં પોતે આચરેલા ગુનાની કબૂલાત કરી હોવાનું પણ કબૂલ્યું હાતું. પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Next Story