સુરત : સિવિલમાં સારવાર માટે જાવ તો સંભાળજો, ચાર કલાક ઉભા રહેવું પડશે લાઇનમાં

મહા વાવાઝોડાની અસર વચ્ચે દિવાળી બાદ પણ ચોમાસાની અસર
સીધી લોકોના સ્વાસ્થ્ય પર પડી છે દિન પ્રતિદિન સતત ડેન્ગ્યુ મલેરિયા તાવ વાયરલ
ઈન્ફેક્શન જેવા કેસોનો વધારો સુરતમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે સુરતની સિવિલ
હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓને ચાર કલાક સુધી લાઇનમાં ઉભા રહેવાની ફરજ પડી રહી
છે.
મહા વાવાઝોડાની અસરને લઈને દિવાળી બાદ પણ ચોમાસાની જમાવટ થઇ છે તેની સીધી આરસ લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે શહેરમાં રોગચાળાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં ઓક્ટોબર મહિનામાં 800થી વધુ ડેન્ગ્યુના, ૫૦૦થી વધુ વાઇરલ ઇન્ફેક્શન અને 350 જેટલા તાવના કેસો નોંધાયા છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં સરકારી કરતા વધુ કેશો જોવા મળી રહયાં છે. બીજી બાજુ રોગચાળાને લઈ શહેરની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે દર્દીઓને સારવાર માટે પહેલા ટોકન લેવાની ફરજ પડી રહી છે અને ટોકન બાદ કેસ પેપર માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. કેસ પેપર લીધા બાદ તેના પર સિકકો મરાવવાની પળોજણ અલગથી રહે છે. દર્દીઓને સારવાર લેવા માટે ચાર કલાકથી વધુનો સમય લાગી રહયો છે.