/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/30222505/maxresdefault-380.jpg)
ગુજરાતમાં પણ વિધાનસભાની ખાલી પડેલી બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજવાની જાહેરાત થવાની સાથે રાજકીય પક્ષોના ઉમેદવારો જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પેટા ચૂંટણીને ધ્યાને રાખી 61 લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી યોજવાની સત્તાવાર રીતે જાહેરાત થઈ જવા પામી છે.
ત્યારે આ મામલે લીંબડી તાલુકા ડેપ્યુટી કલેકટર હર્ષવર્ધનસિંહ સોલંકીએ ચુંટણી અનુલક્ષી ને માહિતી આપી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે લીમડી વિધાનસભાની પેટા ચૂંટણીને ધ્યાને રાખી ૯ ઓક્ટોબરે જાહેરનામું પ્રસિદ્ધ કરાશે, અને 16 ઓક્ટોબર સુધીમાં ઉમેદવારો ફોર્મ ભરી શકાશે. જ્યારે તારીખ 3 નવેમ્બરે મતદાન યોજાશે, અને 10 નવેમ્બરે મતગણતરી હાથ ધરાનાર હોવાનું જણાવ્યું હતું, આ પેટાચૂંટણી માટે 420 પુલીગ સ્ટેશનો ઉપરથી 71,565 મતદારો મતદાન કરનાર છે, ત્યારે આ વર્ષે પણ 11 પુરાને માન્ય રાખી મતદારો મતદાન ની ફરજ નિભાવી શકશે. જેમાં ૮૦ વર્ષથી વધુ ઉંમરના મતદારો અને પીડબ્લ્યુડી તેમજ કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે પોસ્ટલ બેલેટ થી મતદાનની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
જ્યારે પેટા ચૂંટણીને ધ્યાને રાખી ૨૯ સપ્ટેમ્બરથી આદર્શ આચાર સંહિતા લાગુ કરી દીધી હોવાનું અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા covid ની મહામારી ના નિયમોને ધ્યાને રાખીને સંપૂર્ણ મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે તેમ અંતમાં જણાવ્યું હતું.