સુરેન્દ્રનગર : ૧૦ વર્ષની બાળકી સાથે આચરેલ દુષ્કર્મ મામલો, આરોપીની પોલીસે કરી ધરપકડ
BY Connect Gujarat10 July 2019 11:51 AM GMT

X
Connect Gujarat10 July 2019 11:51 AM GMT
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામમાં ૧૦ વર્ષની બાળકી સાથે એક નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. બાળકી સાથે દુષ્કર્મના બનાવ બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાળકીના પરિવારજનોએ આ બનાવ અંગે સુરેન્દ્રનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
સમગ્ર ઘટના અંગે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી ગ્રામ્ય વિસ્તાર તેમજ આરોપીના મકાનમાં શોધખોળ હાથ ધરવામાં આવતા આરોપી ત્યાં ન મળી આવ્યો હતો. સદર ઘટનાનો આરોપી મળીવીડ વિસ્તારના એક કાંટાળા બાવળમાં છુપાઈને બેઠો હતો જેની જાણ પોલીસને થતા તેને ત્યાંથી ઝડપી લઈ તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Next Story
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT