Top
Connect Gujarat

સોનુ નિગમે ભિખારીના વેશમાં મુંબઇની સડક પર ગાયા ગીતો

સોનુ નિગમે ભિખારીના વેશમાં મુંબઇની સડક પર ગાયા ગીતો
X

મુંબઇમાં સોનુ નિગમે જુહુમાં સડક કિનારે બેસીને તેમના ગીતો ગાયા પરંતુ કોઇ તેમને ઓળખી શક્યું નહી તેટલું જ નહી એક વ્યક્તિએ ભિખારી સમજીને સોનુ નિગમના હાથમાં 12 રૂપિયા પકડાવી દીધા હતા.

sonu1

તાજેતરમાં સોનુ નિગમે એક વેબ વીડિયો માટે વેશ બદલીને સડક કિનારે બેસીને હાર્મોનિયમ લઇ તેમના લોકપ્રિય ગીતો ગાવાનું શરૂ કરી દીધું હતું. તેમના અવાજના કારણે લોકો તેમની તરફ ખેંચાઇ આવ્યા અને ભીડ જામી ગઇ. પરંતુ તેમાંથી કોઇ સોનુ નિગમને ઓળખી શક્યું નહી. એક સમયે તો સોનુ નિગમને પણ લાગ્યું હતું કે કોઇ તેમને ઓળખી જશે. જોકે તેવું થયું નહી. આ દરમિયાન એક છોકરાએ તમે નાસ્તો કર્યો છે તેવું પૂછીને સોનુ નિગમના હાથમાં 12 રૂપિયા પકડાવી દીધા હતા. સોનુ નિગમે તેને પોતાના જીવનની સૌથી મોટી કમાણી ગણાવી હતી.

sonu3

દ 'રોડસાઇડ ઉસ્તાદ' શિર્ષક હેઠળ યુ-ટ્યુબ પર અપલોડ કરવામાં આવેલ આ વીડિયો એક સામાજીક પ્રયોગ હતો. જેમાં એક વૃદ્ધ માણસની રોડ પર ગાવાને લઇને લોકોની પ્રતિક્રિયા જોવામાં આવી.

Next Story
Share it