Connect Gujarat
ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂબજ પ્રભાવશાળી સ્મારક છે -ઇન્ડોનેશીયાના એમ્બેસેડર

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂબજ પ્રભાવશાળી સ્મારક છે -ઇન્ડોનેશીયાના એમ્બેસેડર
X

ઇન્ડોનેશીયાના ભારત ખાતેના એમ્બેસેડર SIDHARTO

REZA SURYODIPURO એ તેમની ગુજરાતની મૂલાકાત દરમિયાન આજે નર્મદા

જિલ્લાના કેવડીયા કોલોની ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા

સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂલાકાત લઇ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં તકનીકી

ઇજનેરી અંગે જાણકારી મેળવી અત્યંત પ્રભાવિત થયા હતાં. આ મૂલાકાતમાં તેમના

ધર્મપત્નિ શ્રીમતી DEWI RATNA SURYODIPURO સહિત ઉપરાંત NOVIANDRI

WIBOWO તથા LKHSAN સ્ટાફ સાથેનું પ્રતિનિધિ

મંડળ પણ જોડાયું હતું.

ઇન્ડોનેશીયાના એમ્બેસેડર SIDHARTO REZA

SURYODIPURO એ તેમની સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ મૂલાકાત દરમિયાન સૌ પ્રથમ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ

ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલની અતિ વિરાટ પ્રતિમાના ચરણોના પરિસરમાંથી

પ્રતિમા નિહાળી ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેની સાથોસાથ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ

ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી નર્મદા ડેમ તેમજ વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક-રમણીય

સૌંદર્ય નિહાળ્યું હતું. ત્યારબાદ તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી અને સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ

રસપૂર્વક નિહાળી હતી.

ઇન્ડોનેશીયાના એમ્બેસેડર SIDHARTO REZA

SURYODIPURO એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂલાકાતના પ્રતિભાવમાં જણાવ્યું

હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂબજ પ્રભાવશાળી સ્મારક છે. હું

અને મારૂ પ્રતિનિધિ મંડળ એ નિહાળીને ખૂબજ પ્રભાવિત થયા છે. કેવડીયામાં ખૂબ મોટા

પ્રોજેકટસ ચાલી રહયાં છે. અદભૂત ઇજનેરી વિકાસ જોવા મળે છે. આ વિકાસ યાત્રા સાથે

જોડાયેલા સહુને અભિનંદન પાઠવું છું.

તેઓએ સરદાર સરોવર નર્મદા ડેમની પણ મુલાકાત લીધી

હતી. આ પ્રસંગે નર્મદા ડેમને લગતી તમામ પ્રકારની તકનીકી વિગતો ઉપરાંત ભુગર્ભ

જળવિદ્યુત મથક તેમજ કેનાલ હેડ પાવર હાઉસ ધ્વારા કરાતાં વીજ ઉત્પાદન અને તેના

વિતરણની કાર્યપધ્ધતિ તેમજ નર્મદા ડેમથી લાભાન્વીત રાજયો વચ્ચે પાણીના જથ્થાની

વહેંચણી અંગેની પણ રસપૂર્વક જાણકારી મેળવી હતી.

આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વૈભવ પાઠકે

ઇન્ડોનેશીયાના એમ્બેસેડર SIDHARTO REZA SURYODIPURO ને સ્મૃતિચિન્હરૂપે કોફી ટેબલ બુક

એનાયત કરી હતી.ઇન્ડોનેશીયાના એમ્બેસેડર SIDHARTO REZA SURYODIPURO ની આ મુલાકાત દરમિયાન ઇન્ડેક્ષ-બી ના એકઝીકયુટીવ આસિસ્ટન્ટ કૈલાશ હિરાણી,

સ્ટેચ્યુ ઓફ યુનિટીના વૈભવ

પાઠક, જિલ્લા ઉધોગ કેન્દ્રના જયપ્રકાશ રાઠવા વગેરે ઉપસ્થિત

રહયાં હતાં.

Next Story
Share it