/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/gfdg-1.jpg)
જો મોલ અને મલ્ટિપ્લેક્સના સંચાલકો પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવશે તો માલિકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
અમદાવાદ શહેરમાં મોલ અને મલ્ટિપ્લેક્સના સંચાલકો દ્વારા વસૂલવામાં આવતા પાર્કિંગ ચાર્જને લઇને હાઇકોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. જેમાં હાઇકોર્ટે મોલ અને મલ્ટિપ્લેક્સના સંચાલકોને ફટકાર લગાવવામાં આવી છે. હાઇકોર્ટના નિર્ણય બાદ જો મોલ અને મલ્ટિપ્લેક્સના સંચાલકો પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવશે તો માલિકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ જેવા મોટા શહેરોમાં દરેક જગ્યા પર મોલ અને મલ્ટીપ્લેક્સ તો બનાવી દેવાં આવે છે પરંતુ ત્યાં પાર્કિંગ માટે લોકોને ગણી જગ્યાઓ પર પૈસા આપવા પડે છે ત્યારે કેટલીક જગ્યા પર સરકાર દ્વારા બનાવવામાં આવેલ આઓવરબ્રિજ નીચે પણ પાર્કિંગ માટે મ્યુનિસિપલ દ્વારા પૈસા લેવામાં આવતા હોય છે.
ત્યારે દરેક નાગરિકોને મજબૂરીને કારણે પૈસા પણ આપવા પડે છે. પરંતુ હવે આ બાબતે અમદાવાદનાં મલ્ટીપ્લેક્સ અને મોલમાં પાર્કિંગ માટે હવેથી નગરજનોને કોઈપણ પ્રકારના વધારે પૈસા ચૂકવવા નહીં પડે કારણને હાઇકોર્ટ દ્વારા શહેરના આ દરેક મલ્ટિપ્લેક્સ અને મોલમાં હવેથી પાર્કિંગ માટે વધારાના પૈસા નહીં નો આદેશ કરાયો છે.