ભરૂચમાં હવે સરકારી કચેરીની ઇમારતો પણ બની પીકદાની

New Update
ભરૂચમાં  હવે સરકારી કચેરીની ઇમારતો પણ બની પીકદાની

એક તરફ સરકાર દ્વારા તંત્રને તાકીદ કરાતા સ્વચ્છ ભારત અભીયાન ઉપર ભાર મુકવામાં આવ્યો છે.જેના પગલે તમામ તંત્ર દ્વારા મારૂં શહેર સ્વછ શહેર,મારો મહોલ્લો સ્વછ મહોલ્લો જેવા પ્રેરણાદાયી સ્લોગનો માત્ર દિવાલ ઉપરજ જોવા મળી રહ્યા છે.અરે! કેટલાય સ્લોગનો અને બોર્ડ પણ પાનની પિચકારીથી રંગાયેલા જોવા મળી રહ્યા છે.

પ્રજાની સહુલીયત માટેની તમામ સરકારી કચેરી જેવીકે કલેકટરાલય,મામલતદાર કચેરી, નગરપાલિકા, ભરૂચ સિવિલ હોસ્પીટલ પ્રજાની મિલ્કત કહેવાય પણ તંત્રની નિષ્કાળજી સાથે પ્રજા પણ તેની જાળવણીમાં ઉણી ઉતરી હોય તેવા દ્રષ્યો સામે આવી રહ્યા છે. પાનની પિચકારી,વ્યસનીએ ઉચ્ચારેલી નહીં,પણ આચરેલી પ્રવાહી ગાળ છે ! પણ આવું માની ભારત માતાને પ્રેમ કરનારા વિર કેટલા એ એક સળગતો સવાલ છે.

કનેકટ ગુજરાત દ્વારા ખરેખર વાસ્તવિકતા શું છે જે ચકાસવા તપાસ કરવા સરકારી કચેરીઓ સહિત ભરૂચ સિવિલ હોસ્પીટલની લીધેલ મુલાકાત દરમિયાન કરોડોના ખર્ચે અને પ્રજાની સહુલીયત માટે બનાવાયેલ બિલ્ડીંગોમાં દિવાલો,ખુણાઓ, દાદરો ઠેર ઠેર પાનની પિચકારીથી રંગાયેલા જોવા મળ્યા હતા. તો ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ગંદકીના સામ્રાજ્ય વચ્ચે તબીબોનો અભાવ,ભરૂચ જિલ્લા કલેકટર કચેરીમાં ૧૮ થી વધુ પીવાના પાણીના કુલરો બિસ્માર,ગંદકીથી ખદબદતા અને મામલતદાર કચેરીમાં પણ પીવાના પાણીના કુલર બંધ અવસ્થામાં,ગંદકીનું સામ્રાજ્ય, તાલુકા પંચાયત જર્જરિત અને તેમાં ફાયરસેફ્ટીના સાધનો ૨૦૧૨ના એક્સપાયરી ડેટ ના જોવા મળ્યા હતા.

આ સમગ્ર ભરૂચ શહેરની સરકારી કચેરીઓ ગંદકીથી બિસ્માર, આ અંગે ભરૂચ સિવિલ સર્જન જગદીશ પરમારની મુલાકાત લેતાં તેમણે કનેકટ ગુજરાતને જણાવ્યું કે, સિવિલ હોસ્પીટલમાં તબીબોની જે અછત છે.તે હવે સરકાર દ્વારા સિવિલ હોસ્પીટલ બાબરીયા ઇન્સ્ટીટ્યુટને અપાતા લગભગ એક વિકમાં તમામ તબીબોની જગ્યાઓ ભરાઇ જશેનું જણાવ્યું હતું. તો ગંદકી વિશે તેમણે તેમણે કહ્યું કે સ્વછતા માટે પણ બે એજંન્સીઓ નક્કી કરાઇ છે.એક એજંન્સી બહારની સફાઇ તો બીજી એજન્સી અંદરની સફાઇ કરશે જે કામકાજ પણ આરંભાઇ ચુકયું છે.છે.સાથે તેમણે સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ થતા દર્દી અને તેમના સગાઓને પણ જયાં ત્યાં ન થુંકવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.

બીજી તરફ કલેકટર કચેરી, મામલદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીની મુલાકાત દરમિયાન મુલાકાતીઓએ પણ ત્યાંની સફાઇને વખોડી તંત્રને અપીલ કરી હતી કે પાણીની સહુલિયત સહિત સ્વછતા જળવાય તે અંગે જવાબદારી સ્વીકારી ખરા અર્થમાં સ્વચ્છ અભિયાનને સાર્થક બનાવે અને તેમાં પ્રજા પણ જરૂર સહકાર આપશે તેમ જણાવ્યું હતું

આપણને પાનની પિચકારી જમીન પર થૂંકીને વંદે માતરમ્ બોલવાનો હક નથી, વંદે મારતમ્ બોલવાનો હક્ક દેશની સફાઈ કર્મચારીઓને છે.આપણે પાન ખાઈને ભારત માતા પર પિચકારી મારીએ છીએ અને પછી વંદે માતરમ્ બોલીએ ? બહાર કચરો નાખીને પછી વંદે માતરમ્ બોલીએ ? વંદે માતરમ્ બોલવાનો પ્રથમ હકક જો આ દેશમાં કોઈને હોય તો એ હક્ક સફાઈ કામદારોને છે. તેઓ ભારત માતાના સાચા સંતાનો છે.

Latest Stories