હિંમતનગર માનપુર ગામના ગુમ બાળકની મળી લાશ

New Update
હિંમતનગર માનપુર ગામના ગુમ બાળકની મળી લાશ

હિંમતનગર ગાંભોઇ નજીક માનપુર ના બે દિવસથી ગુમ 11 વર્ષીય કિશોર નો મૃતદેહ ગામ ની સિમમાં મળી આવતા પોલીસે અકસ્માતે ગુનો નોંધી તાપસ હાથ ધરી છે જયારે મૃત દેહ ને પોસમોર્ટમ માટે ગાંભોઇ રેફરલ હોસ્પિટલ મોકલાયો છે.

સાબરકાંઠા ના ગાંભોઇ નજીક આવેલ માનપુર ગામનો 11 વર્ષીય મકવાણા ભરતસિંહ નામનો કિશોર ધોરણ 6 માં અભ્યાસ કરે છે તો અત્યારે હાલ ઉનારૂ વેકેશન હોવાથી પિતા ને મદદ અર્થે ખેતી કામ માં જોડાયો હતો પિતા ઘરે હતા અને ગઈકાલે બપોર ના સમયે કિશોર ખેતર માં પિયત માટે ગયો હતો ત્યાર બાદ મોડી સાંજ સુધી ઘરે પરત ના ફરતા પરિવાર જનો એ શોધખોર હાથ ધરી હતી પરંતુ કિશોર નો કોઈ પત્તો ના મળતા આખરે મોડી રાત્રે પરિવારજનો એ ગાંભોઇ પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી હતી.

ત્યાર બાદ આજે વહેલી સવારે ગામ ની સિમ માંજ રોડ ની સાઈડ માંથી કિશોર નો મૃતદેહ મળી આવતા ગામ લોકો એકઠા થયા હતા ત્યાર બાદ સ્થાનિક પોલીસ ને જાણ કરતા પોલીસે સ્થળે પહોંચી પંચનામું કાર્ય બાદ તપાસ હાથ ધરી છે તો મૃતદેહ ને ગાંભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે પેનલ પીએમ માટે મોકલી આપ્યો છે તો પોલીસે હાલ અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે