૧ જુલાઇથી શરૂ થતી અમરનાથ યાત્રા પર આતંકી હુમલાની આશંકા

0
Independence Day

વર્ષ ર૦૧૭ની યાત્રા દરમિયાન આતંકી હુમલામાં ૯ શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા હતા

ભારત રાષ્ટ્રની પવિત્ર યાત્રાઓ પૈકી માનવમાં આવતી અતિ પવિત્ર યાત્રા એટલે બર્ફાની બાબા અમરનાથની યાત્રા. આવનાર તા. ૧ જુલાઇથી બાબા અમરનાથની યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. દર વર્ષે સરકાર દ્વારા અમરનાથ યાત્રીઓનો કવોટા નક્કી કરવામાં આવે છે. રજિસ્ટ્રેશન કરાવેલા યાત્રીઓ જ અમરનાથ યાત્રામાં સામેલ થઇ શકે છે.

હાલ મળતી માહિતી અનુસાર સુરક્ષા એજન્સીઓને આશંકા સાથે સંકેત મળી રહ્યા છે કે સીમા પાર ચાલી રહેલી સાજિશ પરથી આ વખતે પણ આઇ.એસ.આઈ.એસ નો આતંકી હુમલો થઇ શકે છે. આ સંદર્ભમાં જમ્મુમાં પણ સેના,  બી.એસ.એફ., પોલીસ, સી.આર.પી.એફ.ના કેમ્પની આસપાસ કડક સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. અમરનાથ યાત્રાના તમામ માર્ગ ઉપર પણ કડક સુરક્ષા સાથે જાપતો ગોઠવવામાં આવી રહ્યો છે. હાલ સુરક્ષા એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ પણ અમરનાથ યાત્રાની સુરક્ષાના પ્રત્યેક પાસાનું સઘન મોનિટરિંગ કરી રહ્યા છે.

અમરનાથ યાત્રા દરમિયાન આઇ.એસ.આઈ.એસ ટાઇપ વુલ્ફ આતંકી હુમલો થવાનું અનુમાન છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ર૦૧૭માં આતંકીઓએ અમરનાથ યાત્રા પર હુમલો કરીને ૯ જેટલાં શ્રદ્ધાળુઓના જીવ લઇ લીધા હતા. પરંતુ હવે આ પ્રકારના આતંકી હુમલાને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા એજન્સી દ્વારા નક્કર રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. સુરક્ષાદળો આ મામલે કોઇ તક છોડવા માંગતા નથી અને તેથી એક મહિના પૂર્વે જ તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અમરનાથ યાત્રાના માર્ગ પર અને તેની આસપાસ બારુદી સુરંગો છુપાવેલી છે કે કેમ..? તે અંગે તપાસ કરી સમગ્ર માર્ગને સુરંગથી મુકત કરવા સક્રિય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here