Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ ભૂગર્ભ જળનાં રંગ બદલાયા, હવા બાદ હવે ભૂગર્ભ જળ પ્રદૂષિત થતાં લોકોનાં આરોગ્યને ખતરો

અંકલેશ્વરઃ ભૂગર્ભ જળનાં રંગ બદલાયા, હવા બાદ હવે ભૂગર્ભ જળ પ્રદૂષિત થતાં લોકોનાં આરોગ્યને ખતરો
X

મીરાંનગર વિસ્તારમાં બોરમાંથી ઓરેન્જ, પીળાં અને લાલ રંગનું પાણી નીકળવાનો સિલસિલો યથાવત છતાં તંત્રની ચુપકીદી

અંકલેશ્વરમાં આવેલા કેમિકલ ઉદ્યોગો અત્યાર સુધી હવા પ્રદૂષણ અને ગેરકાયદે જાહેરમાં કેમિકલ વેસ્ટ ઠાલવવામાં પંકાયેલા હતા. હવે અહીંનાં ભૂગર્ભ જળની સ્થિતિ વધુ બગડી રહી હોવાના પુરાવા સામે આવી રહ્યા છે. જેમાં જીઆઈડીસીને અડીને આવેલા સારંગપુર-મીરાંનગરનાં વિસ્તારમાં આવેલા બોરમાંથી હાલમાં ઓરેન્જ રંગનું પાણી નીકળી રહ્યું છે. આગાઉ પણ આજ વિસ્તારોમાં પીળાં અને લાલ રંગનાં પાણી નીકળવાની ફરિયાદો ઉઠતાં બોર ને જ સીલ કરવામાં આવ્યા હતા.

અંકલેશ્વરનાં જીઆઈડીસી વિસ્તારમાં પ્રદુષિત જળ ભૂગર્ભમાંથી નીકળવાનો સિલસિલો યથાવત રહેતાં છેલ્લા 2 વર્ષ માંથી 10 થી વધુ કિસ્સામાં બોર માંથી રંગીલા પાણી નીકળવા કિસ્સા સામે આવવા છતાં તંત્રની ચુપકીદી જોવા મળી રહી છે. જ્યાં પણ આવા પાણી નિકળે છે તેની આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ આવેલો છે. પ્રદુષિત પાણી જમીનમાં ઉતારવાનું ષડ્યંત્ર કે જમીનમાં ધરબાયેલ કેમિકલ વેસ્ટ આના માટે જવાબદાર ? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતનાં ક્રિટિકલ ઝોનમાંથી બહાર નીકળ્યા બાદ વિસ્તૃતીકરણ અને નવા ઉદ્યોગો સ્થાપવાની હોડ લાગી છે. તો બીજી તરફ છેલ્લા 2 વર્ષમાં અંકલેશ્વરના ભૂગર્ભજળ દુષિત નીકળવાના કિસ્સા સત્તત સામે આવી રહ્યા છે. અંકલેશ્વર જીઆઇડીસીની બાજુમાં આવેલ સારંગપુર ગામના મીરાંનગર વિસ્તાર જેમાં બહોળી સંખ્યામાં પરપ્રાંતીય કામદાર વર્ગ રહે છે. ત્યાં બોરમાંથી હાલ ઓરેંજ રંગનું પાણી બહાર આવી રહ્યું છે. બિન આરોગ્યપ્રદ પાણી હોવા છતાં તેનો પીવા સિવાય અન્ય કામો સ્થાનિક રહીશો ઉપયોગ કરી રોગચારો નોટરી રહ્યા છે. છતાં તંત્ર આ મુદ્દે લોકોની રજૂઆતોને દરકિનાર કરી આજદિન સુધી નક્કર પગલાં ભરવામાં ઉણી ઉતરી છે.

મીરાનગરના સ્થાનીક રહીશ અમરાવતી દેવી રાજકુમાર પાલ, હમીતા દેવી તથા આસપાસના રહીશોને સારંગપુર ગ્રામ પંચાયત કે જે ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં આવે છે. ત્યાં પંચાયત કે જીલ્લા તંત્ર યોગ્ય પાણી પૂરું ન પાડી શકતા ના છૂટકે બોરના જોખમી પ્રદૂષિત પાણીનો ઉપયોગ સ્થાનિક રહીશો નાહવા, ધોવા તથા રોજબરોજના કાર્યોમાં કરે છે જેથી કરીને તેમની તંદુરસ્તી પર પણ અસર થઈ છે. આ અંગે રહીશોએ સ્થાનીક તંત્રને રજુઆત કરી હતી પરંતુ ગરીબોની વાતને ધ્યાને લીધી ન હતી. તેવી રજુઆત કરી હતી.

અત્યાર સુધી સંસ્કારદીપ કોમ્પ્લેક્ષ , શુભમ રેસીડન્સી, ન્યાયાધીશ નિવાસ, જલારામ વુડ અને નગરપાલિકાની હદમાં આવતાં ઉમા ભવનની પાછળ , તીર્થ નગર, સીગ્નેચર ગેલેરીયા કોમ્પલેક્ષના, વિનાયક સોસાયટી અને શ્રીનાથ રો હાઉસના, તાલુકાના બાકરોલ ગામના રામનગર વિસ્તારમાંના બોરો માંથી પણ પ્રદૂષિત પાણી નીકળવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

છેલ્લા કેટલાક વખતથી જીપીસીબીના કડક વલણ વચ્ચે પ્રદુષણ ફેલાવતા તત્વો પર આંશિક કાબુ મેળવાયો છે. પરંતુ જે પ્રમાણે ભૂગર્ભજળ પ્રદુષિત નીકળી રહ્યું છે. તે જોતાં ભૂતકાળમાં કેટલાક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રિવર્સ બોર કરી ભૂગર્ભજળમાં કેમિકલ પાણી છોડતા હોવાનું તેમજ ખુલ્લા પ્રદુષિત પાણી વહેતું હોવાનું જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. તો જમીનમાં કેમિકલ વેસ્ટ પણ દાટવાના કારણેતે વરસાદી પાણીમાં પીગળી જમીનમાં ઉતરી જતાં ભૂગર્ભ જળ દુષિત કરતુ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Next Story