Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરના યુવા સંકલ્પ ગૃપ દ્વારા યોજાયો સ્પોર્ટસ ડે

અંકલેશ્વરના યુવા સંકલ્પ ગૃપ દ્વારા યોજાયો સ્પોર્ટસ ડે
X

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ અંકલેશ્વરના યુવા sankalp group દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 24.02.2019 ને રવિવારના રોજ સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવેલ હતું. આ સ્પોર્ટ્સ ડે જેમાં તમામ ઉંમરના લોકો 2 વર્ષ બાળકથી લઈને ૭૦ વર્ષના વડીલ સુધીના તમામ લોકો માટે લીંબુ ચમચી દોડ, બુક બેલેન્સિંગ દોડ, લંગડી રેસ, ફાસ્ટ રનીગ ગેમ, મ્યુઝિકલ ચેર, બલુન કપલ ગેમ, નાના બાળકો માટે બલુન ફોડવાની ગેમ જેવી અસંખ્ય ગેમો રમાડવામાં આવી હતી.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="85583,85584,85585"]

સમાજના પ્રમુખ પરેશભાઈ મણીલાલ ટાંક અને તેમની કમીટીના સભ્યોના માર્ગદર્શન હેઠળ આ સ્પોર્ટ ડે નું આયોજન સંકલ્પ ગૃપ ના પ્રમુખ પરાગભાઈ મિસ્ત્રી અને તેની ટીમ દ્વારા ખુબ સરસ રીતે આયોજિત કરવામાં આવ્યો હતો. હાલમાં સમાજના બાળકોને મોબાઇલ, લેપટોપ, કોમ્પ્યુટર માંથી બહાર નીકળીને સ્પોર્ટ્સ પ્રત્યે રુચિ વધે અને શારીરિક વિકાસ થાય તે માટે સમાજ દ્વારા આવા આયોજન કરવામાં આવે છે.

ત્યારબાદ સમાજના તમામ લોકો દ્વારા આપણા ભારત દેશ ના વીર બહાદુર જવાનોને મૌન રાખીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી અને રાષ્ટ્રગાન દ્વારા પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સમાજની મહિલા પાંખ સંગીની વુમન સેલ ના તમામ બહેનો દ્વારા જાતે સ્વાદિષ્ટ રસોઈ બનાવીને તમામને જમાડવામાં આવ્યા હતા. આમ આખો દિવસ સમાજના તમામ લોકો દ્વારા sports day નિમિત્તે ખુબ આનંદ ઉલ્લાસ સાથે હળીમળીને પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Next Story