Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર માંથી બાઈક ચોરી કરનાર બે વાહન ચોર ઝડપાયા

અંકલેશ્વર માંથી બાઈક ચોરી કરનાર બે વાહન ચોર ઝડપાયા
X

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બે જુદી જુદી વાહન ચોરીની ઘટનામાં બે બાઈક ચોરોની ધરપકડ કરીને ચાર વાહનો રિકવર કર્યા હતા.

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની ટીમે ને.હા.નં 8 જીએમ દેસાઈ પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા એક શંકાસ્પદ ઈસમને બાઈક સાથે રોકી જરૂરી પુછપરછ કરી હતી. જેમાં તે પોલીસને યોગ્ય પ્રત્યુત્તર આપી શક્યો નહોતો.

પોલીસ તપાસ દરમિયાન શકમંદ ઈસમ હેમંત ઉર્ફે પિન્ટુ શંકર રાણા, રહે અંબિકા નગર સોસાયટી,જલારામ મંદિર પાસે અંકલેશ્વરના ઓ હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસની સઘન પુછપરછમાં હેમંત રાણાએ ચોરીની બાઈકની નંબર પ્લેટ બદલીને ફરતો હોવાનું બહાર આવ્યું હતુ,અને પોલીસ સમક્ષ તેને ત્રણ વાહનોની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

આરોપીએ જયાબેન મોદી હોસ્પિટલ,SVM સ્કૂલ પાસેથી બાઈક ચોરીને તેના નંબર બદલી લખાણ કરીને અન્ય લોકોને આપી દીધી હોવાની કબુલાત પણ પોલીસ સમક્ષ કરી હતી,અને પોલીસે ત્રણેય ચોરીની બાઇક રિકવર કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.

જ્યારે અન્ય એક બનાવમાં અંકલેશ્વર જીઆઈડીસીની વલ્લભસૃષ્ટિ કો.ઓ.સોસાયટીમાં રહેતા પ્રેમરંજનસીંગની હીરો પેશન પ્રો બાઈકની વર્ષ 2015માં સોસાયટીના પાર્કિંગ માંથી ચોરી થઇ હતી.

જે છોટાઉદેપુર પોલીસ દ્વારા શંકાસ્પદ બાઈક સાથે ગેંદાલાલ લુલાભાઇ ભીલાલા રહે અલીરાજપૂર મધ્યપ્રદેશની ધરપકડ કરી હતી,પોલીસ તપાસ દરમિયાન આરોપીએ અંકલેશ્વર જીઆઈડીસીની વલ્લભસૃષ્ટિ સોસાયટી માંથી બાઈક ચોરની કબુલાત કરી હતી.તેથી જીઆઈડીસી પોલીસે છોટાઉદેપુર પોલીસ પાસેથી આરોપીનો કબ્જો મેળવીને બાઈક પણ રિકવર કરી હતી.

Next Story