Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર શહેરમાં ‘વાયુ’ વાવાઝોડાને પગલે વરસેલ વરસાદને પગલે ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય

અંકલેશ્વર શહેરમાં ‘વાયુ’ વાવાઝોડાને પગલે વરસેલ વરસાદને પગલે ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય
X

અંકલેશ્વર શહેરમાં જાહેર સ્થળો પર ગંદકીને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અંકલેશ્વર શહેરમાં ‘વાયુ’ વાવાઝોડાને પગલે વરસેલ વરસાદને પગલે ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. શહેરના જાહેર માર્ગ પર કચરાના ઢગલા વળ્યા છે અને રસ્તામાં ખાડાઓ પડી ગયા છે. વરસાદની સીઝન પહેલા જ ગંદકી અને ખાડાઓને પગલે લોકો હેરાન પરેશાન થઇ ઉઠવા સાથે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો તૂટેલા ડિવાઈડરોને પગલે અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે.

એક જ વરસાદમાં નગર પાલિકાની કામગીરી નજરે પડી રહી છે. જગ્યાએ જગ્યાએ કચરાના ઢગલા તો રોડ રસ્તા ઉપર ખાડો પડી ગયો છે. રોડ પર લગાવવામાં આવેલ ડિવાઈડર પણ તોડી નાખ્યું છે. અંકલેશ્વર શહેરમાં જીન ફળિયા ટાંકી ફળિયા વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર દેશી દારૂની પોટલીઓની કોથળીઓ પણ જોવા મળી રહી છે. ત્યારે તંત્ર દ્વારા ચોમાસાની સીઝનને ધ્યાનમાં રાખી ત્વરિત યોગ્ય પગલા ભરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે.

Next Story