Connect Gujarat
દેશ

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનમાં મળશે સમુદ્ર નીચેથી મુસાફરી કરવાનો રોમાંચક અનુભવ

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનમાં મળશે સમુદ્ર નીચેથી મુસાફરી કરવાનો રોમાંચક અનુભવ
X

અમદાવાદ-મુંબઇ વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેનના મુસાફરોને સમુદ્ર નીચેથી પસાર થવાનો લ્હાવો મળશે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ થાણે ક્રિક પાસે થી ટ્રેન ટનલમાંથી પસાર થશે. જે સમુદ્ર નીચે બનાવવામાં આવશે.મોટાભાગે એલિવેટેડ પાટા પર ચાલનારી ટ્રેન 21 કિ.મી.નું અંતર સમુદ્ર નીચેની ટનલ દ્વારા કાપશે.

અમદાવાદથી મુંબઇની વચ્ચેનું અંતર દુરન્તો એક્સપ્રેસ 7 કલાકમાં પૂર્ણ કરે છે તે બુલેટ ટ્રેન દ્વારા 2 કલાકમાં કાપવું શક્ય બનશે. બુલેટ ટ્રેનની સ્પીડ 320થી 350 કિ.મી પ્રતિ કલાક રહેશે તેવો અંદાજ છે.

ઉલ્લેખનીય છે કે 97,636 કરોડના આ પ્રોજેક્ટ માટે જાપાન 81 ટકા લોન રૂપે આપશે.સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ લોન એગ્રીમેન્ટમાં રોલિંગ સ્ટોક અને અન્ય ઉપકરણો જાપાનથી આયાત કરવામાં આવશે.

Next Story