Connect Gujarat
ગુજરાત

અમરેલીમાં પાસ નેતા હાર્દિક પટેલનો ભવ્ય રોડ શો

અમરેલીમાં પાસ નેતા હાર્દિક પટેલનો ભવ્ય રોડ શો
X

પાટીદાર આંદોલન હાલ ગુજરાત સરકાર માટે ચૂંટણી પૂર્વે ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે આજ રોજ અમરેલીના દામનગર ખાતે યોજાયેલ હાર્દિક પટેલના ભવ્ય રોડ શો માં જનમેદની જોઈ સરકાર ની ચિંતા વધી ગઈ છે.અમરેલીના દામનગર ખાતે પાસ નેતા હાર્દિક પટેલ આવી પહોંચ્યા હતા, સભાસ્થળે પહોચવા હાર્દિક દ્વારા ભવ્ય રોડ શો રાખવામાં આવ્યો હતો જેમાં પાટીદારોની જનમેદની જોઈ સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. સભા સ્થળે હાર્દિકે સરકાર ની વિચારધારા પર ચાબખા મારી ભારે વિરોધ નોંધાવ્યો હતો.

Next Story