Connect Gujarat
દુનિયા

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું  દિવાળીનું સેલિબ્રેશન,

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું  દિવાળીનું સેલિબ્રેશન,
X

વડાપ્રધાન મોદીના કર્યા ભરપેટ વખાણ

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં દિવાળીના જશ્ન દરમ્યાન ભારતીય રાજદૂત નવતેજ સિંહ સરના સાથે વડાપ્રધાન મોદીના ખૂબ વખાણ કર્યા. તેમણે કહ્યું કે તેઓ પીએમ મોદીનું ખૂબ સમ્માન કરે છે. ટ્રમ્પે આ દરમ્યાન એમ પણ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં જ પીએમ મોદી સાથે મુલાકાત કરશે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારના રોજ કહ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ખૂબ સમ્માન કરે છે અને ટૂંક સમયમાં જ તેઓ તેમની સાથે વાતચીત કરશે અને મોદી નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ આર્જેન્ટિનામાં G-20 શિખર સંમેલનમાં ભાગ લેશે, જ્યાં બંનેની વચ્ચે બેઠક થવાની સંભાવના છે. વ્હાઇટ હાઉસે જો કે આ સંબંધમાં હજુ સુધી કોઇ જાહેરાત કરી નથી.

ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં દિવાળીનો જશ્ન મનાવવા દરમ્યાન અમેરિકામાં ભારતના રાજદૂત નવતેજ સિંહ સરનાને કહ્યું કે હું જ તેમની સાથે વાતચીત કરીશ, શુક્રિયા. સરનાએ ટ્રમ્પની વાતોનો જવાબ આપતા કહ્યું કે તેઓ પણ તમને મળવા માંગે છે. વ્હાઇટ હાઉસની દિવાળીના જશ્નમાં ખાસ આમંત્રિત સરનાએ ટ્રમ્પને કહ્યું કે તેમને ભારત માટે પ્રેમ છે.

અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે અમને તમારો દેશ પસંદ છે. જેમકે તમે જાણો જ છો કે વડાપ્રધાન મોદી માટે મારા મનમાં ખૂબ જ સમ્માન છે. કૃપ્યા મારી તરફથી તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવજો. ટ્રમ્પ અને મોદીની વચ્ચે ખૂબ સારી દોસ્તી પણ છે.

Next Story