Connect Gujarat
ગુજરાત

અમેરિકામાં વડોદરાના ટ્રેડીશનલ ગરબા યોજાયા

અમેરિકામાં વડોદરાના ટ્રેડીશનલ ગરબા યોજાયા
X

વડોદરા શહેર ગણના ગુજરાત ના કલ્ચરલ કેપિટલ તરીકે થાય છે અને ટ્રેડીશનલ ગાયકી, ટ્રેડીશનલ પહેરવેશ અને ભારતીય વાદ્યો જેમકે ઢોલ, તબલા, વાંસળી, મંજીરા સાથે માત્ર વડોદરા માંજ ૧૦૦% ટ્રેડીશનલ ગરબા યોજાય છે. આવાજ સંપૂર્ણ ટ્રેડીશનલ ગરબા વડોદરા ના પીનલ પટેલ, કેતુલ વ્યાસ, લવ પટેલ અને દર્શન પટેલ દ્વારા અમેરિકા ના ન્યુયોર્ક પાસે આવેલ કનેક્ટીકટ ખાતે યોજાયા.

[gallery td_select_gallery_slide="slide" size="full" ids="113093,113094,113095,113096,113097,113098,113099,113100,113101,113102,113103,113104,113105,113106,113107,113108,113109,113110,113111,113112,113113,113114"]

અન્ય વિશેષતા એ છે કે અમેરિકા માં યોજાતા મહત્તમ ગરબા, બંધ હોલ માં યોજાય છે જયારે આ ગરબા ન્યૂયોર્ક પાસે આવેલા કનેક્ટીકટ ખાતે વિશાલ ન્યુ બ્રિટેન ફૂટબોલ સ્ટેડીયમ માં ખુલ્લા માં યોજવા માં આવ્યા હતા. અમેરિકા માં યોજાયેલા આ ગરબા માં વડોદરા થી ખાસ બોલાવાયેલા પ્રખ્યાત અચલ મહેતા તેમના વાદ્યવૃંદ સાથે ગરબા ની ધૂમ મચાવી હતી. ભારતીયો અને તેમાંય વડોદરા થી અમેરિકા ગયેલા ખેલૈયાઓ માટે ટ્રેડીશનલ ગરબા માટે ના ડ્રેસ અને ઓર્નામેન્ટ સહીત ફફડા જલેબી, ભજીયા સહીત વિવિધ વાનગીઓ ના સ્ટોલ પણ રાખવામાં આવેલા હતા જેનો અમેરિકા માં રહેતા વડોદરાવાસીઓ એ લાભ લીધો હતો.

યોજાયેલા આ સાંસ્કૃતિક ગરબા માં કેટલીક અમેરિકન મહિલાઓ પણ ટ્રેડિશનલ પહેરવેશ સાથે આવેલ હતી. આ ગરબા ચાલુ હતા ત્યારે એકાએક વરસાદ પડતા, ગાયકવૃંદ ના વાજીંત્રો પર છત્રી અને પ્લાસ્ટિક નું છત્ર આપી ગરબા ચાલુ રાખ્યા હતા અને રસવિભોર ખેલૈયાઓ તો ચાલુ વરસાદે પણ ગરબા રમવાનો આનંદ લેતા રહ્યા હતા. ખુબ જામેલા ગરબા ને ખેલૈયાઓ અને પ્રેક્ષકો એ રાત્રે ૧૨ વાગે પણ બંધ નાં કરવા દઈ ને રાત્રે ૨:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેવા દીધા હતા. આ બાદ ફટાકડા ની આતશબાજી પણ યોજાઈ હતી.

અમેરિકા માં યોજાયેલા ગરબા ની ખાસિયત એ હતી કે છેલ્લે માતાજી ની આરતી માં પણ તમામ ખેલૈયાઓ ઉભા રહી ને શ્રદ્ધા પૂર્વક આરતી કરતા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે કારેલીબાગ ના પીનલ પટેલ, કેતુલ વ્યાસ જયારે ભારત માં હતા ત્યારે અંબાલાલ પાર્ક પાસે યોજાતા ગરબા માં પણ આયોજક તરીકે સક્રિય કામગીરી કરતા રહ્યા હતા અને હવે જયારે અમેરિકા માં કાયમી થયા ત્યારે વડોદરા ની ખાસિયત વાળા ફૂડ સ્ટોલ અને ટ્રેડીશનલ ડ્રેસ અને આભુષણ સ્ટોલ સાથે ના ટ્રેડીશનલ ગરબા અને તે પણ વિશાળ ફૂટબોલ સ્ટેડીયમ માં યોજવા ની શરૂવાત તેમનેજ કરી હતી. તેમનેજ કરી હતી.

Next Story