Connect Gujarat
દુનિયા

અમેરિકા બાદ શ્રીલંકામાં 73 ભારતીય વિદ્યાર્થીની ધરપકડ, વિઝા નિયમ તોડવાનો આરોપ

અમેરિકા બાદ શ્રીલંકામાં 73 ભારતીય વિદ્યાર્થીની ધરપકડ, વિઝા નિયમ તોડવાનો આરોપ
X

અમેરિકન અધિકારીઓએ કથિતરીતે દેશમાં બની રહેવા માટે એક નકલી વિશ્વવિદ્યાલયમાં દાખલો લેવાના ગુનામાં 130 વિદેશી વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે.

અમેરિકા બાદ હવે શ્રીલંકામાં પણ ભારતીય વિઝા નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં 73 ભારતીય વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. શનિવારે ભારતીય મૂળના 73 લોકોને મતુગામાની એક ફેક્ટ્રીમાંથી ધરપકડ કરવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ વિઝાની સમય મર્યાદા પુરી થયા બાદ પણ અહીં રહી રહ્યા હતા.

તમને જણાવી દઈએ આ પહેલા અમેરિકન અધિકારીઓએ કથિતરીતે દેશમાં બની રહેવા માટે એક નકલી વિશ્વવિદ્યાલયમાં દાખલો લેવાના ગુનામાં 130 વિદેશી વિદ્યાર્થીઓની ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ ડ્યૂટી ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ બુધવારે ધરપકડ કરી હતી.

ભારતીય વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવનારા મામલા પર વિરોધ દર્શાવતા ભારતે દિલ્હીમાં સ્થિત અમેરિકન દૂતાવાસને શનિવારે 'ડિમાર્શ' જાહેર કર્યું છે. આ સિવાય ભારતે પકડવામાં આવેલા વિદ્યાર્થીઓ સુધી રાજનૈતિક પહોંચની પણ માંગ કરી છે.

Next Story