Connect Gujarat
દુનિયા

અમેરિકા: યહૂદી પ્રાર્થના સ્થળ પર થયો ગોળીબાર, 11ના મોત

અમેરિકા: યહૂદી પ્રાર્થના સ્થળ પર થયો ગોળીબાર, 11ના મોત
X

હુમલામાં ત્રણ પોલીસ અધિકારીઓ સહિત ઘણા લોકો ઈજાગ્રસ્ત

અમરિકાના પિટ્સબર્ગમાં શનિવારે યહૂદિઓના એક પ્રાર્થના સ્થળ પર થયેલ ગોળીબારમાં ઓછામાં ઓછા ૧૧ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે આ હુમલામાં ત્રણ પોલીસ અધિકારીઓ સહિત ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે.

સ્થાનિક મીડિયા દ્વારા મળેલી માહિતી અનુસાર, ગોળીબાર બાદ પોલીસે હુમલાવર પર વળતો પ્રહાર કર્યો તેમા પોલીસની ગોળીથી હુમલાવર રૉબર્ટ બોવર્સે (૪૬) આત્મસમર્પણ કરી દીધુ હતુ. સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે, હુમલો કરનાર વ્યક્તિ દાઢી વાળી હતી. હત્યારો પોલીસની ગોળીઓથી ઈજાગ્રસ્ત થયો હતો જેથી તેને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.

એફબીઆઈએ આ ઘટનાને નિંદનિય ઘટના ગણાવીને તેની વિસ્તૃત તપાસ શરૂ કરી દીધી છે. ગોળીબાર કરતા પહેલા હુમલાવર કથિત રૂપે પ્રાર્થના સ્થળ પર ઘુસી આવીને મોટે મોટેથી બૂમો પાડીને બોલ્યો હતો કે ‘યહૂદીઓને જીવવાનો કોઈ અધિકાર નથી, બધા જ યહૂદીઓએ મરી જવુ જોઈએ.’ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે, આ ઘટના ખૂબ જ નિંદનિય અને અકલ્પનીય છે. આ ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. તેમણે ટ્વીટ કરીને લોકોને સુરક્ષિત સ્થાન પર રહેવાની અપીલ કરી.

Next Story