Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં રમાનાર IPL-2017 નો કાર્યક્રમ જાહેર કરાયો

રાજકોટમાં રમાનાર IPL-2017 નો કાર્યક્રમ જાહેર કરાયો
X

આઈપીએલ 2017નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ વખતે પુણે, બેંગલોર, પંજાબ અને મુંબઈ જેવી ટીમો રાજકોટમાં રમશે. તો આ તમામ ટીમોની ટક્કર ગુજરાત લાઈન્સ સાથે થશે. IPL-2017ની પહેલી મેચ તારીખ 5 એપ્રિલના રોજ રોયલ ચેલેન્જર બેંગલોર અને સન રાયઝર હૈદરાબાદ વચ્ચે હૈદરાબાદ ખાતે રમાશે.

રાજકોટમાં રમાનાર મેચનો કાર્યક્રમ

  • 7 એપ્રિલ શુક્રવાર સાંજે 8 વાગ્યે : કોલકત્તા નાઈટ રાઇડર સામે
  • 14 એપ્રિલ શુક્રવાર સાંજે 8 વાગ્યે : પુણે જાયન્ટ્સ સામે
  • 18 એપ્રિલ મંગળવાર સાંજે 8 વાગ્યે : રોયલ ચેલેન્જર બેંગ્લોર સામે
  • 23 એપ્રિલ રવિવાર સાંજે 4 વાગ્યે : કિંગ્સ પંજાબ સામે
  • 29 એપ્રિલ શનિવાર સાંજે 8 વાગ્યે : મુંબઈ ઇન્ડિયન સામે

રાજકોટમાં IPL ની તમામ મેચો રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમવામાં આવશે. ગત વખતે પણ રાજકોટમાં આઈ.પી.એલ ની પાંચ મેચ રમવામાં આવી હતી. જે પૈકી પરિણામોની વાત કરીએ તો પાંચ મેચમાંથી 2 મેચ જ જીત્યુ હતુ.

આઈપીએલજાણો કઈ તારીખે રાજકોટમાં કોણ જીત્યુ હતુ મેચ

  • તારીખ 14 એપ્રિલ 2016 ના રોજ ગુજરાત લાઈન્સ અને પુણે વચ્ચે મેચ રમવામાં આવી હતી. જેમાં ગુજરાત લાઈન્સનો 7 વિકેટે વિજય થયો હતો.
  • તારીખ 21 એપ્રિલના રોજ ગુજરાત લાઈન્સ અને હૈદરાબાદ વચ્ચે મેચ રમવામાં આવી હતી. જેમાં હૈદરાબાદનો 10 વિકેટે વિજય થયો હતો.
  • તારીખ 24 એપ્રિલના રોજ ગુજરાત લાઈન્સ અને બેંગલોર વચ્ચે મેચ રમવામાં આવી હતી. જેમાં ગુજરાત લાઈન્સનો 6 વિકેટે વિજય થયો હતો.
  • તારીખ 1 મેના રોજ ગુજરાત લાઈન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મેચ રમવામાં આવી હતી. જેમાં કિંગ્સ ઈલેવન પંજાબનો 23 રને વિજય થયો હતો.
  • તારીખ 3મેના રોજ ગુજરાત લાઈન્સ અને દિલ્હી ડેર ડેવિલસ વચ્ચે મેચ રમવામાં આવી હતી. જેમાં દિલ્હીની ટીમનો 8 વિકેટે વિજય થયો હતો.

Next Story