Connect Gujarat
ગુજરાત

આખા ભરૂચને પાણી પુરવઠો પૂરું પાડતી નગર પાલિકા જ પાણી વિના તરસી

આખા ભરૂચને પાણી પુરવઠો પૂરું પાડતી નગર પાલિકા જ પાણી વિના તરસી
X

ભરૂચ નગર પાલિકા આખા ભરૂચ શહેર ને પાણી પુરવઠો પૂરો પાડે છે. પરંતુ ભરૂચ નગર પાલિકામાં જ પીવાના પાણી વિના અધિકારીઓ પોતે પીવાના પાણી માટે ખાનગી આરઓ પ્લાન્ટ માંથી પાણી ખરીદવા મજબુર બન્યા છે. તો બીજી તરફ ભર ઉનાળે નગર પાલિકામાં પોતાના કામ અર્થે આવતા અરજદારો પીવાના પાણી વિના તરસી રહ્યા છે.

ભરૂચ નગર પાલિકા માં ભરૂચ શહેર ના ૧૧ વોર્ડ ના લોકો સહિત પ્રજા પોતાના કામકાજ અર્થે આવતા હોય છે. જેવા કે હાઉસટેક્ષ,જન્મ-મરણ ના દાખલ,લગ્ન નોંધણી સહીતના અનેક કામો માટે ભરૂચ નગર પાલિકામાં આવતા અરજદારોને પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે.

ત્યારે કેટલાક અરજદારો એ નગર પાલિકામાં અધિકારીઓ પીવાનું પાણી વેચાતું ખરીદવા મજબુર બન્યા છે અને પોતાની ઓફિસ માં પણ ખાનગી આરઓ પ્લાન્ટ માંથી પાણીના જગ મંગાવી રહ્યા છે. અરજદારોને તો પીવાના પાણીની બોટલ રૂપિયા ૧૦ ના બદલે ૧૫ માં ખરીદવાનો વારો આવ્યો છે.ત્યારે પાણી વિનાની અને ભર ઉનાળે તરસી નગર પાલિકા સામે અરજદારોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.

સમગ્ર ઘટના ની જાણ મીડિયાને થતા ભરૂચ નગર પાલિકા ખાતે પહોંચી એક વર્ષ અગાઉ ખરીદેલ આરઓ પ્લાન્ટની તપાસ કરતાં આ આરઓ પ્લાન્ટ લગભગ ૩ માસ થી બંધ હોવાને કારણે પીવાના પાણી ની સમસ્યા ઉભી થઈ છે.જે મુદ્દે નગર પાલિકાના વિપક્ષીઓએ ભરૂચ નગર પાલિકા પર આક્ષેપ કર્યા હતા કે ભરૂચ નગર પાલિકા ભરૂચવાસીઓને પીવાનું પાણી પુરૂ પાડવામાં નિષ્ફળ નીવડી છે. પરંતુ હવે ભરૂચ નગર પાલિકાના કર્મચારીઓએ જ ખાનગી આરઓ પ્લાન્ટ માંથી પાણીના જગ ખરીદવા પડે તે ભરૂચ નગર પાલિકા માટે શરમજનક સાબિત થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું.

સમગ્ર ઘટના ની માહિતી મેળવવા માટે મીડિયાએ ભરૂચ નગર પાલિકાના ચીફ ઓફિસર સંજય સોનીની મુલાકાત લેતા તેઓએ પણ જણાવ્યું હતું કે હાલનો પાણીનો આરઓ પ્લાન્ટ કર્મચારીઓની સંખ્યા કરતા ઓછી કેપીસીટી વાળો હોવાથી આવનાર સમય માં નવો વધુ કેપિસિટી વાળો આરઓ પ્લાન્ટ ખરીદવા અંગેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે અને ટૂંક સમયમાં આ સમસ્યાનું નિવારણ કરવામાં આવશે.

ભરૂચ નગર પાલિકા ના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા એ પણ સમગ્ર ઘટના માં જણાવ્યું હતું કે ભરૂચ નગર પાલિકા માં પીવાના પાણી માટે જે સમસ્યા સર્જાય છે તે બાબતે લોકસભા ની ચૂંટણી ની આચારસહિંતા પૂર્ણ થતા ની સાથે જ નવો આરઓ પ્લાન્ટ ખરીદવામાં આવનાર છે જેનાથી પીવાના પાણી ની સમસ્યા કાયમી માટે હલ થઈ જશે તેમ જણાવ્યું હતું.

જો કે ઉનાળા ની કાળઝાળ ગરમી માં ભરૂચ નગર પાલિકા માં આવતા હજારો અરજદારો ની પીવાના પાણી ની સમસ્યા ભરૂચ નગર પાલિકા વહેલી તકે નિરાકરણ આવે તે જરૂરી છે.

Next Story