Connect Gujarat
સ્પોર્ટ્સ

આજથી એશિયા કપ 2018નો પ્રારંભ : પ્રથમ મેચમાં શ્રીલંકા-બાંગ્લાદેશ ટકરાશે

આજથી એશિયા કપ 2018નો પ્રારંભ : પ્રથમ મેચમાં શ્રીલંકા-બાંગ્લાદેશ ટકરાશે
X

આજથી એશિયા કપ -2018 યુએઈમાં શરૂ થવા જઈ રહી છે, અહીં ભારત સહિત કુલ 6 ટીમો ભાગ લેંશે. ભારત ઉપરાંત અફઘાનિસ્તાન, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને હોંગ કોંગની ટીમો છે. જેમાં પ્રથમ મુકાબલો શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે.

ટૂર્નામેન્ટમાં ભારત પોતાની પહેલી મેચ હોંગ કોંગ સામે 18 સપ્ટેમ્બરના રોજ રમશે, તો 19 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ યોજાશે. એશિયા કપના ફાઇનલ મુકાબલો 28 સપ્ટેમ્બરના થશે. આ વખતે ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ મેદાનમાં ઉતરશે.

Next Story