Connect Gujarat
ગુજરાત

આજે ભારત -ઓસ્ટ્રેલિયા વચ્ચે T 20ની ત્રીજી મેચ

આજે ભારત -ઓસ્ટ્રેલિયા વચ્ચે T 20ની ત્રીજી મેચ
X

ઓસ્ટ્રેલિયાએ પહેલો મુકાબલો બ્રિસ્બેનમાં ચાર રનથી જીત્યો હતો

બન્ને ટીમ વચ્ચે મેલબર્નમાં બીજો મેચ વરસાદના કારણે રદ્દ થયો હતો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની સીરીઝનો છેલ્લો ટી20 મેચ આજે સિડનીમાં રમાશે. ઓસ્ટ્રેલિયન ટીમ સીરીઝમાં 1-0થી આગળ છે. મેલબર્નમાં બીજો મેચ વરસાદના લીધે રદ્દ થઇ ગયો હતો. ભારતની ટીમ આ મેચ જીતીને લગાતાર દસમી ટી 20માં પોતાના અપરાજય ક્રમને બરકરાર રાખવા ચાહશે. આ પહેલાની નવ સીરીઝમાં આઠ સીરીઝ ભારતે જીતી છે, એક ડ્રૉ થઇ છે.

વિદેશી ધરતી પર લગાતાર છઠ્ઠી ટી20 સીરીઝમાં અજેય રહી શકે. જો આ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવે છે તો બન્ને ટીમ વચ્ચે લગાતાર બીજી સીરીઝ બરાબરી પર છૂટશે. આ પહેલા 2017-18માં ઓસ્ટ્રેલિયા સાથે ત્રણ મેચની ટી 20 સીરીઝ 1-1થી ડ્રૉ રહી હતી. આ પહેલા ભારતે 2017માં શ્રીલંકા, આ વર્ષે દક્ષિણ આફ્રિકા, શ્રીલંકામાં નિદાહાસ ટ્રોળી, આયરલેંડ અને ઇંગ્લેન્ડમાં ટી 20 સીરીઝમાં જીત મેળવી હતી.

  • વિરાટ કોહલીના નેતૃત્વમાં પાંચ જીત

કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ લગાતાર પાંચ ટી 20 સીરીઝ જીતી ચૂકી છે. આશા છે કે આ છઠ્ઠી સીરીઝ પણ હાથમાં આવી જશે. તેમની કપ્તાનીમાં ટીમે અત્યાર સુધી આઠ ટી 20 સીરીઝમાં ભાગ લીધો જેમાં છમાં જીત મળી અને એક ડ્રૉ રહી. માત્ર વેસ્ટ ઇંડિઝ સામે 2017માં હાર મળી હતી.

Next Story