Connect Gujarat
દેશ

આધાર વિના નવું એકાઉન્ટ ન ખોલવા તમામ બેન્કોને RBIનો આદેશ

આધાર વિના નવું એકાઉન્ટ ન ખોલવા તમામ બેન્કોને RBIનો આદેશ
X

દેશની બીજી સૌથી મોટી બેંક પંજાબ નેશનલ બેંકમાં થયેલા કરોડો રૃપિયાના ગોટાળા બાદ સક્રિય થયેલ ભારતીય બેંક નિયામક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ બેંકોમાં ખાતુ ખોલાવવા માટે આધાર કાર્ડને અનિવાર્ય બનાવી દીઘુ છે. જો કે તેને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવનારા ચુકાદા બાદ જ અમલી બનાવવામાં આવશે. પરંતુ સુપ્રીમ કોર્ટનો ચુકાદો ના આવે ત્યાં સુધી આ માર્ગદશકાનુ પાલન કરવુ જ પડશે.

આધાર વિના ણરૃભ પુર્ણ નહી થાય : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યુ છે કે આધાર વિના બેંકોમાં કોઇ પણ ખાતુ ખોલવામાં નહી આવે. નવા ગ્રાહકોએ નો યોર કસ્ટ્મર (કેવાયસી) અંતર્ગત માત્ર આધાર કાર્ડ નંબર, પાન કાર્ડ નંબર અથવા ફોર્મ ૬૦ આપવુ પડશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યુ છે કે કેંદ્ર સરકારે જૂન ૨૦૧૭માં ફેમા એક્ટમાં સંશોધન કર્યુ હતુ જેમાં આધારને તમામ નાણાંકીય ખાતાઓ માટે જરૃરી કરાયુ હતુ.

સુપ્રીમ કોર્ટ રદ્દ કર્યો હતો આદેશ : ગત મહિને સુપ્રીમ કોર્ટે આધારને તમામ પ્રકારના ખાતાઓ, ઇન્કમ ટેક્સ રિટર્ન અને મોબાઇલ નંબરને ૩૧ માર્ચ સુધી લિંક કરવાના કેંદ્ર સરકારના ચુકાદાને રદ્દ્ કર્યો હતો. ત્યારબાદ આધારથી લિંક કરવાની સમય મર્યાદા અનિશ્ચિતકાળ માટે વધારવામાં આવી હતી. જમ્મુ-કશ્મિર રાજ્યોના નાગરિકોને રાહત: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યુ છે કે તેના નિયંત્રણ હેઠળની તમામ બેંકો અને અન્ય કંપનીઓ પર આ માર્ગદશકા અમલી બનશે. જો કે જમ્મૂ-કશ્મીર, આસામ અને મેઘાલયમાં આ નિયમ અમલી નહી બને. જો બેંકમાં પહેલાથી ખાતુ હોય તો પણ આ નવા નિયમો તેને લાગૂ પડશે.

Next Story