Connect Gujarat
ગુજરાત

આયા મોસમ ગરમ લૂ કા

આયા મોસમ ગરમ લૂ કા
X

ગરમી થી પરેસાનીમાં થોડી સાવચેતી રાખશે ફીટ અને તરો તાજા

ગ્રીષ્મની ઋતુ તેના મધ્યાહને પહોંચી છે,અને સવારના દસ વાગ્યા થી જ લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે.જયારે કામ વગર બપોર ના સમયે ગરમી ના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.અંગ દઝાડતા બળબળતા તાપમાં લૂ લાગવી,ડીહાઈડ્રેશન જેવી બીમારીનાં કિસ્સાઓ વધી રહ્યા છે.42 સે. ઉંચા ગરમી ના પારામાં સ્વસ્થ રહેવાની ટીપ્સ.

download

ગરમી ના કારણે પડતી મુશ્કેલીઓ :-

કાળઝાળ ગરમી માં જો પુરતું ધ્યાન આપવામાં ન આવે તો ડીહાઈડ્રેશન,લૂ લાગવી,ચક્કર આવવા,ગભરામણ થવી,નસકોરી ફૂટવી,ઉલ્ટી-દસ્ત,સનબર્ન,ઘમોરીયા અને પાંચનતંત્ર ને લગતી સમસ્યાઓ સતાવતી હોય છે.

ગરમી થી બચવા માટે ના સરળ ઉપાય :-

વધુ પ્રમાણમાં પ્રવાહી નું ગ્રહન કરવું,શુદ્ધ અને ઠંડુ પાણી પીવું,ખાસ કરીને બહાર નીકળતી વખતે ભૂખ્યા પેટે ન નીકળવું,તેમજ લીંબુ પાણીનું સેવન પણ ગરમી સામે રક્ષણ આપી શકે છે.જયારે તાજા ફળ તરબુચ,સંતરા,કેરી,કેળા સક્કરટેટી સહિતના ફળનો ઉપયોગ પણ ગરમી માં નિયમિત કરવાથી હિટવેવની ગંભીર સમસ્યા થી બચી શકાય છે.

images

અંકલેશ્વર જીઆઈડીસી ના જાણીતા તબીબ ડો.ગૌરાંગ પટેલ ના જણાવ્યા અનુસાર ગરમી માં બહાર નીકળતી વેળાએ શરીર ના અંગોને તાપથી રક્ષણ મળે તેવા કપડા પહેરવા જોઈએ તેમજ લુઝ ફીટીંગ,લાઈટ કલર અને હળવા વજન ધરાવતા વસ્ત્રો પહેરવા જોઈએ,તથા ગરમી માં આઉટ ડોર પ્રવૃત્તિ ટાળવી,અને ભોજન માં દહીં છાશ સાથે નો હળવો સરળતા થી પાંચન થઇ શકે તેવો ખોરાક લેવા ની સલાહ તેઓ આપી રહ્યા છે.વધુ માં ડુંગળી સેવન પણ શરીર માટે ફાયદા કારક છે,સાથે સાથે કસરત અને યોગ થી પણ ગરમી માં ફીટ એન્ડ ફાઈન રહી શકાય છે.

ડીહાઈડ્રેશન કે હિટ સ્ટ્રોક માં દર્દીને મીઠું,ખાંડ નું મિશ્રણ કરીને પાણી આપવું,લીંબુ પાણી,ORS આપીને ઠંડક વાળી જગ્યા માં રાખવા જોઈએ કે જ્યાં ઠંડી હવા દર્દીને મળી શકે,અને દર્દી પ્રાથમિક ઉપચાર બાદ તબીબી સલાહ મુજબ સારવાર લેવી જોઈએ.

Next Story