Connect Gujarat
દેશ

આવતી કાલે ભારત પરત ફરશે વિંગ કમાંન્ડર અભિનંદન, કહ્યું પાકિસ્તાન PM ઇમરાનખાને

આવતી કાલે ભારત પરત ફરશે વિંગ કમાંન્ડર અભિનંદન, કહ્યું પાકિસ્તાન PM ઇમરાનખાને
X

તાજેતરમાં POK પર ચાલી રહેલા ઘટનાક્રમમાં ગઈ કાલે પાકિસ્તાની એરફોર્સના બે F16 ભારતીય સરહદમાં ઘુસી આવ્યા હતા. જેમને ભારતે વળતો જવાબ આપતા એક F16ને તોડી પાડ્યું હતું જ્યારે અન્ય એક પ્લેનનો પીછો કરતા ભારતનું એક MIG 21 પ્લેન ક્રેશ થયું હતું. આ પ્લેનના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન પેરાશૂટની મદદથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઉતર્યા હતા.

https://twitter.com/pid_gov/status/1101077823987613697

ગઈ કાલે પાકિસ્તાન આર્મી ઓફિસરએ પૂછપરછ કરી હતી. તેના જવાબમાં ભારતના વીર પાયલોટે દેશના હિતમાં જવાબ આપેલા. આજ રોજ પાકિસ્તાનના સંસદમાં ઇમરાન ખાને ભારતના પાયલોટ અભિનંદનને ભારત પરત છોડી દેવાની મંજૂરી આપી દીધી છે.

આ ઘટનાથી આપણાં ભારતીય પ્રજામાં એક આત્મસંતુસ્ટીની લહેર ફેલાઈ છે. પાયલોટ અભિનંદનના પરત આવવા બાબત અભિનંદનના ઘરે તથા આપણાં આર્મી કમ્પોમાં ખુશીઓની લહેર ફેલાવા પામી છે.

Next Story