Connect Gujarat
ગુજરાત

આહવા: ઇસખંડી જાગીરી મંડળનાં સભાસદોએ અમારૂ ડાંગ અમોને પાછુ આપો"નો શંખનાદ ફૂંકી કલેક્ટરને આપ્યું આવેદન

આહવા: ઇસખંડી જાગીરી મંડળનાં સભાસદોએ અમારૂ ડાંગ અમોને પાછુ આપોનો શંખનાદ ફૂંકી કલેક્ટરને આપ્યું આવેદન
X

ડાંગ જિલ્લામાં જંગલ અને જમીન ઉપર પોતાની જાગીરી હોવાનું જણાવીને ગુરૂવારે ઇસખંડી જાગીરી મંડળનાં સભાસદોએ મુખ્યમથક આહવા ખાતે વિવિધ બેનરો સાથે રેલી કાઢી"અમારૂ ડાંગ અમોને પાછુ આપો"અને "ડાંગ દરબાર નહી યોજવા દઈએ'નો શંખનાદ ફૂંકી કલેક્ટરને આવેદનપત્ર આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી જંગલ અને જમીન તથા સંપતિનાં હક્ક દાવાઓનાં મુદ્દે ઇસખંડી જાગીરી વિકાસ મંડળ અને દોન જાગીરી મોગલશાહી મંડળે તંત્ર સામે બાયો ચઢાવતા તંત્રનાં અધિકારીઓનાં નાકે દમ આવી ગયો છે,જેમાં આ બન્ને મંડળ દ્વારા ડાંગ જિલ્લાનાં તમામ જંગલો, જમીન તથા સંપત્તિ ઉપર તેઓનો જાગીરી હક્ક હોવાનું જણાવી તંત્ર તથા વનવિભાગ હસ્તકની રેંન્જોમાં જઈ વારંવાર અલટીમેટમ આપી નવી નવી ચીમકીઓ ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ગુરૂવારે ઇસખંડી જાગીરી વિકાસ મંડળના સભાસદોએ આહવા નગરમાં વિવિધ બેનરો સાથે રેલી કાઢી"અમારૂ ડાંગ અમોને પાછુ આપો"તથા અમારી માંગણીઓ જો તંત્ર નહિ સ્વીકારે તો અગામી દિવસોમાં યોજાનાર ડાંગ દરબાર મેળો નહી થવા દઈએ જેવા તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી નગરને ગુંજવી મુક્યું હતુ. આહવા ખાતે ઇસખંડી મંડળ દ્વારા જંગલ જમીન મુદ્દે વિરોધ પ્રદર્શન કરાતા કલેક્ટર કચેરી ખાતે પોલીસ નો ખડકલો કરી દેવાયો હતો સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઇસખંડી જાગીરી વિકાસ મંડળ દ્વારા તેઓની વિવિધ માંગણીઓનાં મુદ્દે કલેકટરને પણ આવેદનપત્ર સુપ્રત કરાયું હતું.

ત્યારે જોવું એ રહયુ કે, એકતરફ ઇસખંડી જાગીરી વિકાસ મંડળ દ્વારા ડાંગ જિલ્લાનાં જંગલો,જમીન અને સંપત્તિ ઉપર તેઓની જાગીરી હોવાનાં હક્ક દાવા કરાય રહયા છે. જ્યારે બીજી તરફ દોન જાગીરી મોગલશાહી મંડલના ગનસુ પવાર જે પોતાને ડાંગ જિલ્લાનો છઠ્ઠા રાજા તરીકે ગણાવી તેની પાસે આધાર પુરવામાં મોગલશાહી સમયનાં તામ્રપત્ર અને સનદ તથા સિક્કાઓ હોવાનું જણાવી ડાંગ જિલ્લાનાં જંગલો, જમીન અને સંપત્તિ ઉપર દોન જાગીરી મંડળનો હક્ક હોવાનો દાવો કરતા હાલમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

વધુમાં આ ગનસુ પવાર કથિત છઠા રાજાએ ઇસખંડી જાગીરી વિકાસ મંડળ અને ડાંગના હક્કદાર કુલ પાંચ રાજાઓ ખોટા હોવાનાં આક્ષેપો પણ કરતા અહી હાલમાં વિવાદોનું મૂળ ઉગ્ર બનવાની સાથે ત્રણેય મંડળ આમને સામને આવી જતા હક્કદાવાનો મુદ્દો ગરમાયો છે.ત્યારે આવનાર સમયમાં ડાંગ જિલ્લામાં ભરાતો ભાતિગળ મેળો "ડાંગ દરબાર પણ આવી રહયો છે અને જંગલ જમીનનાં મુદ્દે આ બંન્ને મંડળોમાં દોન જાગીરી મંડળે ૧૦ દિવસ પહેલા અને ઇસખંડી જાગીરી વિકાસ મંડળએ આજરોજ ગુરૂવારે કલેક્ટર કચેરીની સામે સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે બાયો ચઢાવી તેઓની જો માંગણી ન સ્વીકારવામાં આવે તો હોળી સમયે ભરાતો "ડાંગ દરબાર મેળો નહી યોજવા દઈએ ની ચીમકી ઉચ્ચારતા હવે તંત્ર કેવા પગલા ભરશે તે જોવુ રહયું.

Next Story