Connect Gujarat
ગુજરાત

ઇંગ્લેન્ડની ટીમે ટેસ્ટ મેચ પહેલા રાજકોટ ખાતે કરી પ્રેક્ટિસ

ઇંગ્લેન્ડની ટીમે ટેસ્ટ મેચ પહેલા રાજકોટ ખાતે કરી પ્રેક્ટિસ
X

ઇંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન અલ્સ્ટેયર કૂક પોતાની ટીમ સાથે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરવા આવી પહોંચ્યા હતા અને સખત પ્રેક્ટિસ કરી હતી. પ્રેક્ટિસ પહેલા ટીમે ફૂટબોલની રમત પણ રમી હતી અને બધા એ હળવાશની પળો માણી હતી.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રાજકોટ ખાતે 9 મી નવેમ્બર ના રોજ રમાશે. આ રાજકોટમાં રમાનારી પહેલી મેચ હશે કેમ કે અત્યાર સુધી રાજકોટમાં ફર્સ્ટ કલાસ મેચો જ રમાઈ છે.

Next Story