Connect Gujarat
દુનિયા

ઇન્ડોનેશિયામાં એક વિમાની દુર્ઘટનામાં 13 લોકોના મોત

ઇન્ડોનેશિયામાં એક વિમાની દુર્ઘટનામાં 13 લોકોના મોત
X

ઇન્ડોનેશિયામાં લશ્કરી વિમાન તુટી પડતા લગભગ 13 જેટલા લોકોના મોત નીપજ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ હર્ક્યુલસ સી 130 વિમાન ઇન્ડોનેશિયન એર ફોર્સ દ્વારા સંચાલિત કરવામાં આવ્યુ હતુ, જે ઇન્ડોનેશિયાના પૂર્વીય ભાગમાં આવેલ પપુઆ નામના સ્થળે તૂટી પડયું હતુ, આ વિમાની દુર્ઘટનામાં 3 પાયલોટ સાથે 10 લશ્કરી જવાનો મુત્યુ પામ્યા હતા.

unnamed-4

ઇન્ડોનેશિયન હવાઇદળના મુખ્ય અધિકારી અગસ સુપ્રિયાતાના મત અનુસાર ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના સર્જાય હતી.

આ વિમાન તિમિકા થી વામેના તરફ ખોરાકનો પુરવઠો લઈ જઈ રહીયુ હતુ જ્યાં તે પર્વતીય ભૂપ્રદેશમાં દુર્ઘટનાનો ભોગ બન્યુ હતુ.

Next Story