Connect Gujarat
ટેકનોલોજી

ઈશરો દેશ માટે રચશે ઇતિહાસ, સાઉથ એશિયા સેટેલાઇટ કરશે લોન્ચ

ઈશરો દેશ માટે રચશે ઇતિહાસ, સાઉથ એશિયા સેટેલાઇટ કરશે લોન્ચ
X

ભારત 5 મેના રોજ શ્રીહરિકોટા સ્પેસ સેન્ટર માંથી " સાઉથ એશિયા સેટેલાઇટ" લોન્ચ કરશે, જીએસએલવી - એફ09 રોકેટ લોન્ચ કરી મોકલવામાં આવશે, જેથી સાઉથ એશિયાના દેશો ની કોમ્યુનિકેશન ટેક્નોલીજી ને ફાયદો થશે, આ પ્રોજેક્ટ માટે 450 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.

આ મિશનમાં ભુટાન, નેપાલ, અફગાનિસ્તાન , બાંગ્લાદેશ , માલદીવ અને શ્રીલંકા શામિલ છે. જેમાં આ 5 દેશોના કોમ્યુનિકેશન માટે સેટેલાઇટ મદદગાર સાબિત થશે, તેની સાથે આ સેટેલાઇટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેલપમેન્ટ, ટીવી પ્રસારણ, ટેલી મેડિસન, અને ટેલી એજ્યુકેશન બાજુ પણ દોરી જશે, આ સાથે જોડાયેલા દેશો 36 -54 મેગાહર્ટઝ ક્ષમતાનું ટ્રાન્સપોન્ડર મોકલી શકે છે, એના માટે દેશોએ 12 વર્ષ સુધી ભારત ને 96 કરોડ રૂપિયા આપવા પડશે.

આ સેટેલાઇટનું નામ પહેલા સાર્ક સેટેલાઇટ રાખ્યુ હતું ,પણ પાકિસ્તાન ને બહાર કાઢયા બાદ તેનું નામ સાઉથ ઇસ્ટ સેટેલાઇટ રાખવામાં આવ્યુ હોવાનું જાણવા મળ્યુ છે, નરેન્દ્ર મોદીએ ઈસરો ને સાર્ક દેશો માટે સેટેલાઇટ બનાવવાનું કહ્યું હતુ, આ રોકેટ લોન્ચમાં પહેલી વાર ઇલેક્ટ્રિક પ્રપુલશન સિસ્ટમ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Next Story