Connect Gujarat
ગુજરાત

કપરાડા ખાતે મિની વેજીટેબલ પ્રોડયુસ માર્કેટીંગ સેન્ટરનું લોકાપર્ણ કરાયું

કપરાડા ખાતે મિની વેજીટેબલ પ્રોડયુસ માર્કેટીંગ સેન્ટરનું લોકાપર્ણ કરાયું
X

રાજયના સહકાર, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (સ્વતંત્ર હવાલો) અને વાહન વ્યવહાર રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોઢા , વાપી રોડ ખાતેના નવનિર્મિત ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ કપરાડા સેટીંગઅપ ઓફ મિની વેજીટેબલ પ્રોડયુસ માર્કેટીંગ સેન્ટર નાનાપોઢાનું લોકાર્પણ રાજયના સહકાર, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (સ્વતંત્ર હવાલો) અને વાહન વ્યવહાર રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. આ અવસરે ગુજરાત રાજય કૃષિ બજાર બોર્ડ ગાંધીનગરના અધ્યક્ષ રમણભાઇ પટેલ(જાની) ઉપસ્થિત રહયા હતા.

[gallery size="large" td_select_gallery_slide="slide" ids="52206,52207,52208"]

આ અવસરે મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવ થકી ખેડૂતો આધુનિક ખેતી કરતા થયા છે. ખેત ઉત્પાદન ૯૦૦૦ કરોડથી વધીને ૧.૨૫ લાખ કરોડનું થયુ છે. ત્યારે ખેત ઉત્પાદનને બજાર કિંમત મળી રહે તે માટે રાજય સરકારે માર્કેટ યાર્ડ બનાવીની વેચાણ વ્યવસ્થાની સવલતમાં વધારો કર્યો છે. રાજયમાં ૨૧૭ માર્કેટ યાર્ડ અને ૧૮૩ સબ માર્કેટ યાર્ડ થકી ખેત ઉત્પાદનોનું વેચાણ થાય છે. માર્કેટ યાર્ડ થકી વેચાણ વ્યવસ્થા ઉભી થવાથી ખેડૂતોનું શોષણ થતુ અટકયું છે. ખેત ઉત્પાદનનું સારૂ વળતર મળવાથી ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બન્યા છે. માન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું સ્વપ્ન જરૂર પુરૂ થશે તેમ જણાવ્યું હતું.

ગુજરાત રાજય કૃષિ બજાર બોર્ડના ના અધ્યક્ષ રમણભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં માર્કેટ યાર્ડ થકી વેચાણ વ્યવસ્થાએ નવી ઓળખ ઉભી કરી છે. કેન્દ્ર અને રાજય સરકારના સહયોગથી દરેક માર્કેટ યાર્ડ ખાતે જમીન ચકાસણીની લેબ શરૂ કરાશે.

Next Story