Connect Gujarat
દેશ

કર્ણાટકનાં નવા મુખ્યમંત્રી કરતાં તેમનાં પત્ની છે વધુ ચર્ચામાં, જાણો શું છે કારણ...

કર્ણાટકનાં નવા મુખ્યમંત્રી કરતાં તેમનાં પત્ની છે વધુ ચર્ચામાં, જાણો શું છે કારણ...
X

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ચર્ચાયેલા રાજકીય મુદ્દાઓ બાદ હવે સોશિયલ મીડિયામાં વધુ એક ચર્ચા આકર્ષણનું કેન્દ્ર બની છે. ભાજપાનાં મુખ્યમંત્રી પદનાં સપથ લેનાર બી.એસ. યેદીયુરપ્પાએ રાજીનામું આપ્યા બાદ હવે સૌથી ઓછી બેઠકો જીતનારી પાર્ટી જેડીએસના અધ્યક્ષ કુમારસ્વામી કર્ણાટકના સીએમ બનવા જઈ રહ્યાં છે. હવે તેમનાં કરતાં તેમની પત્ની રાધિકા વિશે વધુ ચર્ચા ચાલી રહી છે. પત્ની રાધિકા તેની સંપત્તિ, ઉંમર અને ગ્લેમર અંદાજને કારણે વધુ ચર્ચામાં રહી છે.

સોશિયલ મીડિયાથી ગૂગલ સુધી કુમાર સ્વામીની પત્ની વિશે સર્ચ કરનારાઓની સંખ્યા વધુ જોવા મળી છે. રાધિકા સાઉથની એક્ટ્રેસ અને પ્રોડ્યૂસર છે. રાધિકા કુમારસ્વામીની બીજી પત્ની અને વયમાં 28 વર્ષ નાની છે. કુમારસ્વામી પોતે 58 વર્ષના છે અને પત્ની રાધિકા માત્ર 31 વર્ષ છે. બંનેની એક દીકરી શમિકા કુમારસ્વામી છે. કુમારસ્વામીએ પ્રથમ લગ્ન (1986) કર્યા હતા ત્યારે રાધિકાનો જન્મ થયો હતો.

[gallery size="large" td_select_gallery_slide="slide" ids="48830,48831,48832,48833,48834,48835"]

કુમારસ્વામીની પત્ની રાધિકા કન્નડ ફિલ્મ્સની એક્ટ્રેસ અને પ્રોડ્યૂસર છે. રાધિકાએ 2002માં કન્નડ ફિલ્મ ‘લીના મેઘા શમા’થી ડેબ્યૂ કર્યું હતું. જોકે, પ્રથમ રીલિઝ ફિલ્મ ‘નીનાગાગી’ હતી. ડેબ્યૂ સમયે રાધિકા 9માં ધોરણમાં અભ્યાસ કરતી હતી અને તેની વય માત્ર 14 વર્ષ હતી. રાધિકાની વાત કરીએ તો તે સંપત્તિ મામેલ કુમારસ્વામીથી આગળ છે. ચૂંટણી આયોગમાં જમા કરવામાં આવેલી એફિડેવિટ અનુસાર રાધિકાના નામે 124 કરોડની સંપત્તિ છે અને કુમારસ્વામી પાસે 44 કરોડની સંપત્તિ છે.

રાધિકાએ પ્રથમ લગ્ન 2000માં કર્યાં હતાં. રતન કુમાર નામના વ્યક્તિ સાથે ભાગીને મંદિરમાં રાધિકાએ લગ્ન કર્યા હતા. 2002માં રતન કુમારે રાધિકાના પિતા દેવરાજ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી રાધિકાના અપહરણનો કેસ કર્યો હતો. બાદમાં વર્ષ 2002માં જ રતનનું હાર્ટઅટેકથી મોત થયું હતું. તે બાદ રાધિકાએ કુમારસ્વામી સાથે વર્ષ 2006માં જ લગ્ન કરી લીધાં હતાં. જેની સત્તાવાર જાણકારી તેણે વર્ષ 2010માં આપી હતી. ઉલ્લેખનીય છે કે, કુમારસ્વામીએ પ્રથમ લગ્ન 1986માં અનીતા સાથે કર્યા હતા, જેનાથી તેમને એક દીકરી નિખિલ ગૌડા પણ છે.

Next Story