Connect Gujarat
દેશ

કાશ્મીર : લદ્દાખમાં હિમસખ્લનમાં પ્રવાસી ટ્રક દટાઈ જતા 5ના મોત  : 5 લાપતા 

કાશ્મીર : લદ્દાખમાં હિમસખ્લનમાં પ્રવાસી ટ્રક દટાઈ જતા 5ના મોત  : 5 લાપતા 
X

કાશ્મીરમાં બરફવર્ષા અને હિમસ્ખલનને પગલે ઠંડીનું કાતિલ મોજું ફરી વળ્યું હતું. લદાખના લેહમાં માઇનસ ૧૫.૬ અને કારગીલમાં માઈનસ ૧૯.૨ ડિગ્રી તાપમાન નોંધાયા હતા. લદાખના ખારડુગલા પાલ પર ૧૭૫૦૦ ફુટની ઉંચાઈએ આવેલા રોડ પર હિમસ્ખલન થતાં ૧૦ પ્રવાસી સાથેની બે ટ્રક દબાઈ ગઈ હતી. ૨૦ ફૂટ ઊંડાઈએ દબાયેલી બસના પાંચ પ્રવાસીના મૃતદેહો મળી આવ્યા હતા અને બાકીના પાંચની શોધ ચાલુ હતી.

જમ્મુ અને કાશ્મીરમાં તાપમાનમાં ઘટાડો થતા તીવ્ર ઠંડી પડી હતી. કાઝીગુંડમાં માઈનસ ૦.૭, ડોકરનાગમાં માઇનસ અને કુપવાડામાં માઇનસ ૨.૮ ડિગ્રી તાપમાન નોંધાયા હતા. દરમિયાન ખારડુંગલા હિમસ્ખલનમાં દબાયેલી ટ્રકના પ્રવાસીઓની બચાવ કામગીરી ચાલુ હતી. સેનાના જવાનો હેલિકોપ્ટરની મદદથી શોધખોળ કરી રહ્યા હતા. દરમિયાન રાજ્યપાલ સત્યપાલ મલિકે મૃતકોના સગાને પાંચ પાંચ લાખની સહાય જાહેર કરી હતી. કાશ્મીરમાં નવેસરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાથી હજી ઠંડી પડશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી હતી.

પાટનગર દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગાઢ ધુમ્મસને પગલે ૪૫૦ ફલાઇટને અસર થઇ હતી. સવારે ૫.૩૦ થી બપોરે એક વાગ્યા સુધી વિમાન વ્યવહાર ખોરવાયો હતો. લગભગ ૯૭ ટકા ફલાઇટ મોડી થઇ હતી. નવ ફલાઇટ ડાયવર્ટ કરાઇ હતી

Next Story